________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો સિંહ તથા કૂતરો બન્નેય પશુ છે પણ બન્નેના વ્યવહારમાં રાતદિવસનો ફેરફાર છે. સિંહને કોઈ બાણ મારે, ત્યારે તે બાણની બાજુ ન જોતાં બાણ મારનારાની સામે દોડે છે અને કૂતરાને કોઈ પત્થર મારે તો પત્થર પર ગુસ્સો કરે છે.
પૂર્વભવના અશુભ કર્મોદયના લીધે દુઃખ આવે છે ત્યારે કોઈને કોઈ નિમિત કારણ ઉપસ્થિત હશે જ. તે નિમિત્ત કારણથી લડવાની અપેક્ષા પૂર્વભવના અશુભ કર્મોને દૂર કરવા પ્રયત્ન કરવો. તે પરાક્રમી પુરુષાર્થી અને બુદ્ધિશાળી માનવીનું કાર્ય છે. સિંહ જેવા બનવું હોય તો પૂર્વભવના અશુભ કર્મોને દૂર ભગાડવા પ્રયત્ન કરવો જોઈએ.
પૂર્વભવના અશુભ કર્મોને દૂર કરવા માટે વિધવા વિવાહ નહી પણ તેને આવતા જન્મમાં વિધવા ન થવું પડે એવા શુભ કાર્યોની આવશ્યકતા છે તે શુભ કાર્યોમાં સર્વશ્રેષ્ઠ શુભ કાર્ય શીલ પાલન છે.
અમુક વિધવાઓ વ્યભિચારનું સેવન કરે છે તેની પાછળના કારણો વિચારી તે કારણોને દૂર કરવા જોઈએ તે કારણો છે--પરિવાર કુટુંબની અસાવધાની,ફેશનેબલ પોશાક, રેડિયો,ટી.વી., અર્ધનગ્ન ચિત્રોનાં કેલેન્ડર, ઘરમાં અશ્લીલ ચોપડીઓ હોવી, પર પુરુષોની અતિ સંગત, વિકાર વર્ધક આહાર વગેરે કારણોથી અમુક વિધવાઓનાં મનમાં વિકારની વૃદ્ધિ થાય છે.
તે સમયે તેમની જ્ઞાનની શક્તિ ન હોય તો તે એક કદમ આગળ વધી જાય છે. માટે ઉપર દર્શાવેલ કારણોને દૂર કરવાની આવશ્યકતા છે.
પહેલાના જમાનામાં રીવાજ હતો કે વિધવા ૫-૭ વર્ષ સુધી તેના રૂમથી બહાર ન આવી શકતી.તે બરાબર હતું. વિધવાઓને એક જિનમંદિર, (દહેરાસર)સિવાય ઘરની બહાર ૫-૭ વર્ષ સુધી ન જવું તે જ અતિ ઉત્તમ છે. તેમાં પણ નાની ઉંમરની (યુવતી)વિધવાઓને તો બંધનમાં રહેવું જ હિતકારી છે. વર્તમાનકાળમાં નાની ઉંમરની વિધવા બહેનોને વધારે પ્રમાણમાં છૂટ આપવામાં આવી રહી છે. જેનું પરિણામ અહિતકારી જ આવે છે.
|| ૩૩૬ ||