________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
વગર વિચાર્યુ મનમાં આવે તે બોલી લેવું તે તો મેન્ટલ હોસ્પિટલના દર્દીઓનું કામ છે તેઓ જે ઇચ્છે છે તે બોલી લે છે છતાં પણ તેમના બોલવાથી કોઈને ખરાબ નથી લાગતું.
એકબાળકને તાવ આવ્યો છે. તેને કડવી દવા પીવડાવવાની છે. તેની ઇચ્છા નથી, પણ તેની મા કડવી દવા હાથ પગ દબાવી(બાંધ)ને મોં ખોલીને આપી દે છે. તેવી જ રીતે ફરજિયાત શીલ ગુણકારી છે.
શું કોઈક સ્થાને સધવાઓ વિપરીત આચરણ નથી કરતી. તેનું પાપ શું જેઓએ લગ્ન કરાવ્યા છે તેમને લાગશે. ના, બસ, તેવી જ રીતે વિધવા વિપરીત આચરણ કરશે તો તે પાપ તેને જ લાગશે ફરજિયાત શીલ પાલન કરાવવાવાળાઓને નહી જ.
અમુક લોકો એમ પણ કહે છે કે વિધવાને લગ્ન કરવાની ઇચ્છા હોય તો વિધવાવિવાહ કરવાની છૂટ આપવી જોઈએ તો તે લોકોની ભ્રમણા જ છે.
કોઈનો એકનો એક પુત્ર સંગ્રહણીના રોગથી ગ્રસિત થયો છે તો શું તેના માતા-પિતા તેને ઇચ્છા પૂર્વકનું અખાદ્ય ખાન-પાન કરવા દેશે? નહી. કેમકે તેની જિંદગીનો સવાલ છે. તેને એવું જ ખાન-પાન આપશે કે જે તેને યોગ્ય હિતકારી હોય. અથવા વૈદ્યરાજે જે આપવાનું કહ્યું હશે તે જ આપશે. તેવી જ રીતે વિધવા અશુભ કર્મોના કારણે કર્મજન્ય રોગથી ગ્રસિત થઈ છે તો શું હવે તેને ઇચ્છા પૂર્વક વર્તન કરવા દેવું? તે તો તેની જિંદગી સાથે ખિલવાડ કરવા જેવું છે. તીર્થકર રૂપ વૈદ્યરાજજી એજે-જે કાર્ય કરવાની છૂટ આપી હોય તે કાર્ય કરવાની છૂટ તેના પરિવારવાળાઓએ તેને આપવી જોઈએ.અહીયાં એક બીજી વાત પણ વિચારણીય છે કે જેટલા લગ્ન થાય છે તે બધીવિધવા ન થતાં અમુક બહેનો જ વિધવા કેમ થાય છે?
તેનું કારણ તેનું વર્તમાન જીવન જોતાં તો મળતું નથી તો તેના પૂર્વભવના અશુભકર્મ કારણ રૂપ હોવા જોઈએ. એટલે કે પૂર્વભવના અશુભ કર્મોદયના કારણથી તેને પતિ વિયોગ થયો છે.
// રૂરૂઃ ||