________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કરીને મારું અહિત જ કર્યું છે સીતાને રામ પ્રત્યે નૈસર્ગિક પ્રેમ છે એથી સિદ્ધ થાય છે કે શીલ ખંડનથી તો પ્રાણોની આહુતિ આપવી જ બહેતર છે.
સ્ત્રીના શીલની સુરક્ષા માટે તો અનેક યુદ્ધો થયા છે અને અનેક વ્યક્તિઓની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ છે. તેનો પણ ઈતિહાસ સાક્ષી છે.
જેણે મનથી શ્રી નેમિનાથજીને પોતાના પતિ રૂપમાં સ્વીકાર્યા હતા એવી સ્ત્રી રાજીમતીને જ્યારે નેમજી છોડીને ચાલ્યા ગયા ત્યારે રાજીમતીના માતાપિતાએ બીજા પુરુષ સાથે લગ્નની વાત કરી ત્યારે રાજીમતિએ સ્પષ્ટ કહ્યું હતું કે હું બીજા પુરુષનું નામ લેવામાં પણ પાપ સમજુ છું. જે પુરુષને મનથી પતિરૂપે સ્વીકાર કર્યો છે તેનો જ આ શરીર પર અધિકાર છે બીજાનો નહીં જ.
જમ્મુકુમારની દીક્ષાની વાત સાંભળીને આઠેય કન્યાઓના પિતાએ બીજા લગ્નની વાત કરી ત્યારે તે આઠેય કન્યાઓ એ સ્પષ્ટ પણે કહ્યું કે, આ જન્મમાં તો એજ અમારા પતિ છે બાકી બધા ભાઈ છે. તે દીક્ષા લેશે તો અમે પણ દીક્ષા લઈશું પણ બીજા સાથે લગ્ન તો નહીં જ કરીએ.
લમણા નામની રાજપુત્રીએ પોતાના પતિનું અવસાન હસ્તમેળાપ સમયે થઈ ગયું. તેથી તેણે સાધ્વી બનવાનું પસંદ કર્યુ એવી રીતે આજે પણ કેટલી બહેનોએ પૂર્વકૃત અશુભ કર્મોદયના કારણે વિવાહ મંડપમાં અથવા એક-બેદિવસમાં અથવા એક-બે મહિનામાં પતિનોવિરહથઈ જવાના કારણે તેઓએ દીક્ષા અંગીકાર કરી આત્મ કલ્યાણના માર્ગને સ્વીકાર કર્યો છે.
પુનર્વિવાહના સહમતીઓ કઈક કથાઓના ભાગને ખોળી-ખોળીને જન સમુદાય સામે મૂકે છે, ત્યારે તેમની બાલ રમત પર હસવું આવે છે કે બિચારાને ઉસૂત્રપ્રરૂપણા દ્વારા કેવી વિડમ્બના (દુઃખ) સહન કરવી પડશે. કોઈ વિધવા તેમના વચનોથી પ્રેરાઈને ફરીથી વિવાહ કરે કે ન કરે છતાં પણ ઉસૂત્ર પ્રરૂપણા કરવાવાળાનો દુર્ગતિમાં જવા રૂપ પુનર્વિવાહ થઈ જાય છે. તેઓ કહે છે કે ઋષભદેવ ભગવંતે પુનર્વિવાહ કર્યો હતો.વસ્તુપાળ
| રૂરૂરૂ ||