________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પ્રાણ જવા સુધી પણ પોતાના વચનને પાળે છે. સંત, મહાત્મા પણ જેવચન એક વાર બોલે છે, તેનું પરિપૂર્ણ પાલન પ્રાણીની પરવા કર્યા વિના કરે છે. આ બે દૃષ્ટાંત આપ્યા પછી દિકરીને એક જ વાર આપવાની વાત“પરિશિષ્ટપર્વ”માં શ્રી હેમચંદ્રાચાર્ય માહારાજે કહી ને પુનઃ વિવાહનો સ્પષ્ટ રૂપથી નિષેધ કર્યો
સ્ત્રીનો વિવાહ એક જ વાર થાય એવું સ્પષ્ટ કથન “શ્રી ચંદ કેવલિ ચારિત્ર”માં શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજે ચોથા અધ્યયનની ૪૬રમી ગાથામાં પણ કર્યું છે.
काष्टस्थाली सकृत् वह्नौ, कणिकायां जलं सकृत् । सज्जनानां सकृत् वाक्यं, स्त्रीणामुपयमः सकृत् ।।
કાષ્ટની થાલી અગ્નિમાં એક વખત નંખાય છે. આટામાં જ એક વખત નંખાય છે. સજ્જનોંએક વચની હોય છે. તેમજ સ્ત્રીઓનો વિવાહ પણ એક જ વખત થાય છે.
તે જ ગ્રંથમાં ૪૫૫ મી ગાથામાં તેમણે ફરી કહ્યું છે કે,
ભ્રમણામાં પણ જે સ્ત્રીનો જે પુરુષ સાથે હસ્તમેળાપ થઈ ગયો હોય તો તેનો પતિ તે જ પુરુષ છે બીજા પુરુષો માટે તે પરસ્ત્રી જ છે.
૪૬૨મી ગાથામાં અગ્નિમાં લાકડાની થાળીનું દૃષ્ટાંત આપી સિદ્ધ કર્યું છે કે અગ્નિમાં લાકડાની થાળી જેમ રાખમાં પરિવર્તન થઈ જાય છે તેવી રીતે સ્ત્રીનો એકવાર વિવાહ થઈ ગયા પછી તેનું કોમાર્યપન રાખમાં પરિવર્તિત થઈ જાય
એ સ્ત્રીએ પોતાના પતિ સુખનો અનુભવ કર્યો હોય કે ન કર્યો હોય પરંતુ તેનુ કોમાર્યપન સ્ત્રી પણાંમાં પરિવર્તિત થઈ જાય છે. હવે તે કુમારી નથી. મનથી પણ જેને પતિરૂપમાં સ્વીકાર્યો હોય તે તેનો પતિ થઈ જાય છે. બીજાઓ