________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પેઢીમાં આપના દાદા પરદાદાએ વિધવાવિવાહ કર્યો હતો તે સમયે પણ બહેનો વિધવા તો થતી જ હતી એમાં બે મતજ નથી આપના કયા દાદા-પરદાદા એ વિધવા વિવાહમાં સહમતી આપી હતી, તો તેનો જવાબ ‘ના’માં જ આવશે કારણકે તેઓ આને દુઃશીલતા (કલંક)રૂપ માનતા હતા.
દુઃશીલની વ્યાખ્યા કરતાં થકાં રાજેન્દ્ર કોષમાં લખ્યું છે કે દુઃશીલ આત્મા વિષ્ટા (ગંદકી) ખાવાવાળો ગધેડા જેવો છે.
દુઃશીલ આત્મા પોતાની દુઃશીલતાની પૂર્તિ માટે શું-શું કરે છે. તેની વ્યાખ્યા કરતા રાજેન્દ્ર કોષમાં કહ્યું છે કે, દુઃશીલા સ્ત્રી હોય તો દુષ્ટ આચાર અને નિર્લજ્જતાના કારણથી આમ તેમ ગ્રામ, નગર, જંગલ, માર્ગ, ખેતર, ઘર, ઉપાશ્રય, ચૌટાઘર, વાટિકા વગેરે જગ્યાએ પુરુષોની ઇચ્છા રાખતી ફરતી હોય છે અને પુરુષ હોય તો તે પણ તેવા સ્થાનો પર વેશ્યા, દુષ્ટ દાસી, વિધવા વગેરે શોધતો ફરતો હોય છે.
दुःशीला दुष्टाचारनिर्लज्जत्वेन यत्र तत्र ग्रामनगरमार्गक्षेत्रगृहोपाश्रय चैत्यगृहगर्तावाटिकाऽऽदौ पुरुषाणां वाञ्च्छा कारित्वात् तथाविध वैश्यादुष्टदासीरण्डिकामुण्डिकाऽऽदीनाम् । અ.રા.કો.૪/૨૬૦૧
દુઃશીલ આત્માઓની જ વિધવા વિવાહમાં સહમતી હોય છે . તેઓ જ ધર્મથી વિમુખ હોય છે. ધર્મની વિમુખતા પાપની સન્મુખતાને આમંત્રણ આપે છે. ધર્મની વિમુખતા ધર્મગ્રંથોની અવહેલના કરાવે છે. ધર્મગ્રંથોમાં વિધવા વિવાહનો નિષેધ છે.
सकृज्जल्पन्ति राजानः सकृज्जल्पन्ति साधवः । सकृत्कन्याः प्रदीयन्ते त्रीण्येतानि सकृत् - सकृत् ।
રાજા એક જ વાર બોલે છે. સાધુ મહાત્મા એક જ વખત બોલે છે અને દિકરીને પણ એક જ વખત અપાય છે. એ ત્રણ કાર્ય એક જ વાર થાય છે. રાજાના વચનોમાં કયારેય પરિવર્તન ન થાય. ક્ષત્રિય વ્યક્તિ પોતાના
|| ૨૦ ||