________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સ્ત્રીઓનું સ્થાન ઘરમાં જ છે”
ભારતના વડાપ્રધાન શ્રી શાસ્ત્રીએ તાજેતરમાં તેમના ધર્મપત્નીને જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આગ્રહ કરવા આવેલા મહિલા મંડળને નમ્રતાપૂર્વકના કહી દીધી હતી. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “મારા શ્રીમતીજી રસોઈ પકાવવામાં અને ધર્મધ્યાન કરવામાં પ્રવૃત્તિમય રહે છે. જો તેઓ પ્રવચનો કરવાને સમારંભમાં હાજરી આપવા બહાર જાયતો મારા માટે અનુકૂળ નહિ રહે.”વડાપ્રધાનના ધર્મપત્ની શ્રીમતી લલિતાદેવીએ પણ તે પ્રતિનિધિ મંડળને સ્પષ્ટપણે જણાવેલ હતું કે, “મને લાગે છે કે કુટુંબની સંભાળ રાખવા માટે મારું સ્થાન ઘરમાં જ છે અને ઘરમાં પણ મારા માટે કામકાજ ઓછું રહેતું નથી.” આજે વાતવાતમાં ઘર છોડાવીને સ્ત્રીઓને બહારની પ્રવૃત્તિઓમાં જોડનારા ને તે દ્વારા બાવાના બે ય બગડે જેવી પરિસ્થિતિમાં સંસારને મુકનારા સમાજ સેવકોને સમાજ નાયકો આ પરથી બોધપાઠ જરૂર લેશે. સંસારને સુધારવો હોય તો તેની શરૂઆત ઘરથી થવી જોઈએ, ને તે માટે સુશિક્ષિત, સંસ્કારી, શાણી તથા સ્ત્રીઓ તૈયાર કરવી જરૂરી છે.અને તે સ્ત્રીઓએ કુટુંબના માણસોને સુધારવા ભોગ આપવો જરૂરી છે. ઘર મૂકી બહારની પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓને પાડવાની હિમાયત કરનારાઓએ આ પ્રશ્નપરત્વે ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવો ઘટે છે.
બંધારણ સભામાં છૂટાછેડા અંગેની એક ચર્ચામાં બોલતા ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહેલું કે- અહીં બેઠેલી તમામ વિદ્વાન સન્નારીઓ ભલે સર્વાનુમતીથી પોતાનો અભિપ્રાય છૂટાછેડાની તરફેણમાં વ્યક્ત કરતી હોય, પરંતુ તેઓ આ દેશની સ્ત્રીઓના હજારમાં ભાગની સ્ત્રીઓનું પણ પ્રતિનિધિત્વ ધરાવતી નથી. જો મારી પત્નીને મારાથી છૂટાછેડા લેવાનું કહેવામાં આવે તો તે છૂટાછેડા લેવા કરતાં મરી જવાનું વધારે પસંદ કરશે. અહીં બેઠેલી તમામ વિદ્વાન સન્નારીઓ તેનો વિરોધ કરશે તો પણ દેશની કરોડો સ્ત્રીઓનો ટેકો રહશે.
|| ૨૨s ||