________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આ રીતે આ માર્ગમાં યશસ્વી થવા માટે આપણને માનસિક નિરોગીતાની ઘણી જરૂ૨ છે. મનની નિર્મળતા અને સદ્ગુણયુક્ત પુરુષાર્થ નીરોગિતાના લક્ષણ છે. આ નિરોગી અવસ્થામાં જ માનસિક પાવિત્ર્ય વધતું જાય છે. જીવનના બધા વ્યવહારોમાં શુદ્ધિ આવે છે. આ અવસ્થામાં જ માણસમાં પ્રાણીમાત્ર વિશે પ્રેમ, નિઃસ્વાર્થતા, ક્ષમા અને શાંતિ રહી શકે છે. કરુણા તેનો સહજ સ્વભાવ થાય છે. નિર્વેરતા આ અવસ્થામાં જ સધાય છે. પોતાનું અને માનવજાતિના કલ્યાણ કરવાથી પોતાની ઈચ્છા પ્રમાણે, સંકલ્પ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરવાની જે શકિત પરમાત્માએ આપણને આપી છે, તેનો ઉપયોગ માણસે આ અવસ્થા માટે કરવો યોગ્ય છે. પરમાત્માએ આપેલી ભેટનો ઉપયોગ માનસિક નીરોગીતા સાધીને માનવતાની સિદ્ધિ માટે જ કરવો જોઈએ.
સ્વીડન જેવો સમૃદ્ધ દેશ પણ કેટકેટલો કંગાળ ને દુઃખી છે તે દેશમાં સ્ત્રીઓની થતી આત્મહત્યા પુરવાર કરે છે. ત્યાંનાનિઃશસ્ત્રીકરણ ખાતાના પ્રધાન શ્રીમતી આલ્યા માયકલના જણાવ્યા મુજબ, “ભારત કરતાં સ્વીડનમાં વધુ સ્ત્રીઓ આત્મહત્યા કરે છે.” ને તેનું મુખ્ય કારણ વૃદ્ધાવસ્થાનો કંટાળો ને ભારભૂત જીવન છે.’’ તેમ તેમણે જણાવેલ છે. ભારત દુઃખી ને ગરીબ દેશ છે, માટે ત્યાં આત્મહત્યા ઘણી થાય છે તેમજ સ્ત્રીઓ પરાધીન ને કચડાયેલી છે, માટે આપઘાત કરે છે – તેવી બૂમો મારનારા આમાંથી બોધપાઠ લેશે ? સહનશીલતા સંયમ ને સમજણ એ ગુણત્રિવેણી હોય ને સંતોષપૂર્વક જીવતાં જો આવડી જાય તો માનવ ભવ જેવા કીમતી ભવને કોણ મુર્ખ અકળાઈને કે ઉકળીને એળે ગુમાવે ? પણ આજના વિજ્ઞાને માનવને અસહિષ્ણુ તથા અસંયમી તેમજ અસંતોષી બનાવેલ છે. માટે આવા અમેરિકા, સ્વીડન જેવા દેશોમાં માનવો શાંતિ ને સમજણપૂર્વક જીવી પણ શકતા નથી.
|| ૩૨૬ ||