Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 351
________________ મેં વાંચ્યુ તમે પણ વાંચો તેજપાળની માતાએ પણ પુનર્વિવાહ કર્યો હતો. ગણધર મૌર્ય અને મંડિત પુત્રની માતાએ પણ પુનર્વિવાહ કર્યો હતો. આ વાતો આગમોને ન જાણવાવાળાઓના ઘરની છે. યુગલિયા પુરુષ અને સ્ત્રી યૌવનાવસ્થામાં આવવા પહેલાં જ એ બાળક પુરુષની અકાળ મૃત્યુ અને તેના માતા પિતાની મૃત્યુ થઈ જવાથી તે બાલિકા (છોકરી)ને એકલી સમજીને તે સમયના બીજા યુગલિયાઓએ નાભી રાજાને સોંપી દીધી. ત્યારે નાભિરાજાને કહ્યુ કે, મોટી થયા પછી આ બાલિકાને ઋષભની પત્ની બનાવીશુ. આ વાક્યમાં પુનર્વિવાહની વાત જ ક્યાં છે. વાતનો અર્થ અને વાક્ય સમજ્યા વગર વાતને વહેતી મૂકવી એ આત્માને માટે દુઃખ દાયક છે. વસ્તુપાળ તેજપાળની માતાના વિષયમાં મતાંતર છે. એક આચાર્યશ્રી તો તેને કુંવારી જ માને છે, તેનો વિવાહ એક જ વાર થયો છે. બીજા આચાર્યશ્રીઓના મતથી વસ્તુપાળના પિતાએ તે બાળવિધવાનું અપહરણ કરી તેને પત્નીના રૂપમાં જ રાખી. તેઓએ વિવાહનો કોઈ રીવાજ જ અદા ન કર્યો. તે પણ પુત્ર રત્નની ઉન્નતિ માટે સદ્ગુરુ ભગવંતના મુખારવિંદથી સાંભળીને આ કાર્ય કર્યું હતું નહિ કે વિધવાવિવાહની ઇચ્છાપૂર્વક કર્યું હતું. મૌર્ય અને મંડિત પુત્રની માતાનું દૃષ્ટાંત આપવું એ નક્કર મૂર્ખતા છે. તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો. અને એ સમયે એ કુળમાં પુનર્વિવાહની પ્રથા કદાચ હશે. જૈન ધર્મ પાળવા વાળો બ્રાહ્મણકુળની પ્રથા પાળવા માટે કહે તે મૂર્ખતા નથી તો બીજું શું છે ? વિધવાઓની શીલ પાળવાની ઇચ્છા નહી હોય તો તે ફરજિયાત શીલ પાલન કરાવવાથી એ ઉન્માર્ગનો સહારો લેશે તો એ પાપનો ભાગીદાર વિધવા વિવાહને રોકવાવાળો થશે તેવો તર્ક વિધવા વિવાહના સહમતીઓ આપી રહ્યા છે. || ૨૩૪ ||

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370