________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પણ પુરુષાર્થની જરૂર છે. માનવતા કેવળ પુરુષાર્થ પર અવલંબેલી નથી. તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થની સાથે જ માનસિકનિરોગીતા એટલે પવિત્રતાની જરૂર છે, તેથી માનવતાની દૃષ્ટિએ માનસિકનિરોગીતાએ મહત્ત્વની બાબત છે. તેની પ્રાપ્તિ માટે જીવન વિશેના આપણા સંકલ્પમાં પવિત્રતા હોવી અત્યંત જરૂરી છે.
મનુષ્ય સ્વભાવ કુદરતથી કહો કે પરંપરાને લીધે કહો, સહેજે ભોગાસકત હોવાથી તેનો ચિત્તવૃત્તિનો પ્રવાહતે પ્રમાણે ચાલતો હોય છે. મનના સંકલ્પ તે દિશામાં ચાલતા હોય છે. તેથી ધન,વિદ્યા અને કળા તરફ સ્વાભાવિક રીતે તેનું ચિત્ત આકર્ષાય છે. તેમની પ્રાપ્તિથી સુખી થવાનો તેનોહંમેશપ્રયત્ન હોય છે. તે બાજુના પ્રયત્નમાં સિદ્ધિની દૃષ્ટિથી તેને કદી અશકયતા જણાતી નથી. હાલ વિજ્ઞાનની વૃદ્ધિ પણ આ જ કારણને લઈને થઈ છે. મનુષ્યની તે દિશા તરફ સહજ પ્રવૃત્તિ છે એ તેનું મૂળ કારણ છે. તે પ્રયત્નમાં આજે તે અસાધારણ પુરુષાર્થ કરે છે. માનસિક ઉન્નતિના હેતુથી મનુષ્ય હજુ એટલો પ્રયત્નશીલ થયો નથી.તે બાજુથી તેનો પુરુષાર્થ વધ્યો નથી. એટલે માનસિક ઉન્નતિની વાત તેને અશક્ય લાગે છે. પરંતુ મનુષ્ય પોતાની સંકલ્પશકિતનો ઉપયોગ તે દિશાએ કરતો રહે અને યોગ્ય માર્ગે પ્રયત્નશીલ રહે તો પોતાનું માનસિક આરોગ્ય સાધીને માનવ જાતમાં ઉન્નત થઈ શકે. પોતાની સુખ શક્તિને તેણે તે હેતુથી જાગ્રત કરવી જોઈએ. પોતાની ભોગાસત વૃત્તિને ઓળખીને તેણે પહેલેથી સાવધપણે પવિત્ર અને ઉચ્ચ સંકલ્પ ધારણ કરવો જોઈએ. દૃઢનિશ્ચય, સંયમ અને પવિત્રતા પર શ્રદ્ધા, સત્ય અને સદગુણો પર નિષ્ઠા, પરમાત્મા અને માનવતા પર વિશ્વાસ - એ બધાંને લીધે પોતાના સંકલ્પમાં બળ લાવવું જોઈએ.આવા સતત પ્રયત્નથી તેની સંકલ્પશક્તિ વધતી જઈને તેનું સત્કર્મરૂપે પ્રગટીકરણ તેના પોતાના અને બીજાઓના જીવનમાં સુખ અને શાંતિ પેદા કરશે. માનવી જીવન આ સિદ્ધિ માટે છે. આના કરતાં બીજી કોઈ પણસિદ્ધિ ઓછાં મહત્ત્વની છે. આ માટે જ માનસિકનિશગીતાની જરૂર છે.
|| ૩૨૪ ||