________________
મેં વાંચ્યું તમે પણ વાંચો નગારખાનામાં અમારી તુતી કોણ સાંભળે ? ઈશ્વરીય ન્યાય જેવી કોઈ વસ્તુ હશે તો ત્યાં અમારો વિરોધ જરૂર નોધાશે.
યાદ રાખો, ગર્ભાધાન વખતે જ વ્યકિતની ઉંચાઈ, બુદ્ધિનો આંક (આઈ.ક્યુ.) ચાલવાની ઢબ, આંગળાના નિશાન, લોહીનું ગ્રુપ અને મોટા ભાગની વિશેષતાઓ નક્કી થઈ જ જાય છે. જૈનાગમ તો કહે છે કે આ બધુ પૂર્વભવથી એ લઈને જ આવે છે તે અનુસાર એને અહિ એ બધું મળે છે.બાળક સંપૂર્ણ વ્યકિતત્વ ધરાવે છે, પછીની ઉંમરમાં તો માત્ર તેનો ઉઘાડ જ થાય છે. જો ગર્ભપાત કાયદેસર ગણાય, તો દુનિયામાં ચોરી, ખૂન, બળાત્કાર પણ આગળ જતાં કાયદેસર થાય થશે અને તરવાર જંગલનો કાયદો છે. સભ્ય સમાજ તેને સ્વીકારે તો જંગલિયાત જીવનના હર ક્ષેત્રે ઝડપભેર પ્રવેશી જશે. દાકતરોના પિતા હિપોક્રેટિસની સોગંદવિધિમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે - “હું ડોક્ટર બન્યો છું, જીવન બચાવવા માટે, જીવનનો નાશ કરવા માટે નહિ ’’અને આજના ડોક્ટરો નાશવંત જીવનના સુખચેન માટે પોતાની પ્રતિજ્ઞા તોડીને હજારોજીવોનો નાશ કરે છે. સરકારી સમર્થન સાથે કળિયુગના અંતિમ ચરણની આ બલિહારી છે. થઈ શકે માત્ર એટલું જ કે જેમનો આત્મા ન સ્વીકારે તેવા સજ્જનો આ ઘેટાં દોડમાં ન જોડાય અને યથાશક્તિ વિરોધ કરતાં જ રહે.
و
હમણાં જ એ સમાચાર છાપાઓમાં ચમકયા છે કે, ‘વલસાડ જિલ્લાના બિલીમોરા શહેરમાં તા.૩-૪-૭૩ ના બજારમાં રેસ્ટોરામાં દુધ સાથે કોલ્ડ ડ્રીન્ક સીરપ લીધા પછી એક સ્ત્રી અને તેના પાંચ બાળકોના મરણ નિપજયા હતાં.આ પાંચ બાળકોમાં ત્રણ છોકરા અને બેછોકરીઓ હતી.’’બજારના પીણાઓ તથા બજારના ખાણાઓ ખાનારાઓ હજુ પણ
ચેતે !
|| ૩૨૨ ||