________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
માર્નાસિક નીરણિતા
શ્રી કેદારનાથજી શારીરિક સૌંદર્યની દૃષ્ટિથી આરોગ્ય એ જેમ-જેમ મુખ્ય બાબત છે તેમ માનવતાની દૃષ્ટિથી માનસિક નિરોગીતાએ મહત્ત્વની બાબત હોવાથી તેને જ પ્રાધાન્ય આપવું યોગ્ય છે. કેવળ શારીરિક વજન કે હૃષ્ટપુષ્ટતા પર જેમ શારિરીક આરોગ્યનો આધાર નથી તેમ ધન, સત્તા,વિદ્યા કળા કે પ્રતિષ્ઠા પર માનસિક આરોગ્યનો આધાર નથી.બાળકબીજાના પ્રમાણમાં નાનું હોય, તેની શક્તિ બીજાઓના પ્રમાણમાં ઓછી હોય તોય તે નિરોગી હોય છે. અને બીજાઓમાં શકિત હોય છતાં તેઓ નિરોગી નહોય એવો સંભવ છે. તે પ્રમાણે જેઓ માનસિક નિરોગી હોય તેમની પાસે ધન, વિદ્ધતા, બળ, પ્રતિષ્ઠા જેવી કોઈ વિશેષતા ન હોય તો ય તેમનું મન નિર્મળ હશે. નિર્મળ મનમાં વાસ કરનારી દયા, ક્ષમા અને શાંતિ તેમની પાસે હશે એટલે એકંદરે તેમનામાં માનવતા હશે અને ધન વગેરે હોય તેમની પાસે માનસિકનિરોગીતા નહિ હોય. કર્મી પરમાત્માએ આપણને સંકલ્પ શકિત આપી છે એ તેની આપણા પર મહાન કૃપા છે. તેને લીધે આપણે પોતે કેટલાયે મહાન સંકલ્પ કરીને તે પાર પાડી શકીએ છીએ. ઈચ્છા હોય તો આપણે ધનવાન સામર્થ્યવાન, વિદ્વાન કળાવંત અને વિજ્ઞાન સંપન્ન થઈ શકીએ અને ઈચ્છીએ તો આપણે સર્જન થઈને માનવતા સિદ્ધ કરી શકીએ.આ પ્રકારની શકિત પરમાત્માએ આપણને આપેલી છે. તે આપણા દરેકમાં સુપ્તપણે વાસ કરે છે.દ્રઢ સંકલ્પથી અને તે પ્રકારના દ્રઢ પ્રયત્નથી માણસ પોતાને જોઈએ તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાની પાછળ લાગેલા વિદ્વાન થાય છે. બળના ઉપાસક બળવાન થઈ શકે છે. ને તે પ્રમાણે માનવતા પ્રાપ્ત કરવાની ઈચ્છા કરનારાઓ પણ પોતાના પ્રયત્નોમાં સફળ થયા છે. સંકલ્પ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થની જરૂર છે. કોઈ પણ સિદ્ધિ પુરુષાર્થ વગર પ્રાપ્ત થઈ શકતી નથી. ગીતાના સોળમા અધ્યાયમાંદેવી અને આસુરી સંપત્તિના લક્ષણો કહ્યા છે. તેવી આસુરી