________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
ક્ષમા
એક કજિયાળી સ્ત્રી હતી.
માધવસ્વામી સાધુએ એ ક્રોધી સ્ત્રીનો ક્રોધ નિવારવાનોનિશ્ચય કર્યો. ને આવીને ઊભા ભિક્ષા માગવા એને આંગણે કજિયાળી સ્ત્રી ઊકળી પડી. “એ ભિખારા – એઠના ખાનારા, હરામનું જમનારા'
“પણ સાધુ તો શાંત ચિત્તે જ ઊભા હતાં. સ્ત્રીએ ઘાંટો પાડીને કહ્યું “અરે, નીકળ મારા આંગણામાંથી, કેમ ઊભો છે અહીં ?’’
સાધુએ જણાવ્યું : “મૈયા, યાચક ભિક્ષા અર્થે ખડો છે, તેને દયા કરી કંઈ આપશો ?’’
“હજી ભિક્ષા બાકી છે ? આટઆટલી આપી તો ય ધરાતો નથી ? લે લેતો જા !’' એમ કહી પોતે ઓરડી લીપતી હતી તે છાણમાટીની ગાર એના તરફ છુટ્ટી નાખી.
સાધુ તો આખા રંગાઈ ગયા. પણ પછી ધીમે રહીને કહ્યું : “મૈયા તમે આપ્યું તો ખરૂં, પણ મારું આ ભિક્ષાપાત્ર તો હજીયે ખાલી જ છે !’’
સ્ત્રીએ સેંકડો ગાળોનો વરસાદ વરસાવ્યો ને પછી અબોટ કરવાના છાણનું પોતું જ ભિક્ષાપાત્રમાં નાખતા કહ્યું, ‘“લે હવે ટળ !’' માધવ સ્વામી તો ભિક્ષા લઈ ચાલતા થયા ને નદી પર જઈ સ્નાન કરી એ વસ્ત્ર ધોયું ને તેની દિવેટો બનાવી.
સાંજે પ્રાર્થના વખતે આરતી સમયે પ્રભુ સમક્ષ એ મૂકી કહ્યું : “અસત્યો માંહીથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા !’'
કહે છે કે દીવાની બળતી જ્યોતે પેલી કજિયાળી સ્ત્રીના હૃદયમાં પણ દીવો કર્યો બીજે દિવસે સાધુ ભિક્ષા અર્થે ગયા ત્યારે પશ્ચાતાપથી એ આક્રંદ કરી રહી હતી.
on
|| ૨૨૭ ||