________________
મેં વાંચ્યું તમે પણ વાંચો રજા મળે છે. એ....ય ને ઘેર સુઈ આરામ કરી, સરકારી પૈસે શીરો ખાઈ, તાજામાજા થઈને ફરી શકો છો, એકવાર ભૂલ કરી, તેવી બીજીવાર ન થવા દેજો. સંતતિ નિયમનના સાધનો વાપરજો.પરંતુ આ વખતે તો નિકાલ કરાવી જ નાખો”
તેમ છતાં ધર્મભીરું ભારતીય સ્ત્રી હજારો વર્ષના સંસ્કારના બળે ગર્ભપાતનું પાપ કરતાં ખચકાય છે.ત્યારે તેને સમજાવવામાં આવે છે કે-હજુ તો શરૂઆત જ છે. તેમાં જીવ નથી એ તો માંસનો લોચો જ હોય છે. તેને કાઢી નાંખવામાં કશુપાપ જેવું નથી. ખાસ દર્દથતું નથી. અઠવાડિયામાં ઊભા થઈ જશો. કોઈને ખબર પણ નહિ પડે.
અને ભોળી સ્ત્રીઓ આ પ્રચાર જાળમાં ભરમાઈ જાય છે. તેમને ખબર નથી કે ત્રીજે મહિને તો બાળક પેટમાં ફરકવા માંડે છે. અને જીવ તો ગર્ભાધાન વખતે જ તેમાં પડી જાય છે. સંભોગ વખતેજ પુરુષ-વીર્યના શુક્રાણુ અને સ્ત્રી બીજના મિલન વખતે એ ધબકતા હોય છે. જીવ જ જીવને જન્મ આપી શકે. મૃત પદાર્થમાંથી કદીજીવન ન સંભવે.વસ્તી ઘટાડવા માટેની આ એક નીચ અને ખૂની ચાલ છે, જેમાં જીવનના ઈન્કાર માટે જુઠાણું ફેલાવવામાં આવે છે. એ જુઠાણાની જનક સ્વયંસરકાર છે.વધુહાથોને કામ, રોજી રોટી આપવાને અશકત એવી સરકાર જુઠ્ઠા પ્રચાર દ્વારા માનવીનાં કતલખાના ચલાવે, એ દેશમાં દુષ્કાળ પડે, ધરતીકંપો થાય, આગ લાગે, મોધવારી વધે, મનુષ્યો ચારિત્ર્યભ્રષ્ટ થાય અને છેવટે યાદવાસ્થળીથી એ દેશનું સત્યાનાશ નીકળી જાય, તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?
| ૨૧૬ ||