Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 335
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો આટલી રકમ પ્રોત્સાહનરૂપે આપે છે. ગર્ભપાતના કિસ્સામાં કેટલીક કન્યાઓ અને માતાઓ અજ્ઞાનવશ જાણી જોઈને ખોટી માહિતી આપે છે અને તે કહે છે કે તે કરતાં બાળક વધુ પરિપકવ નીકળે છે. કેટલાક કેસોમાં બાળક મરવાની ના જ પાડે છે. અને કોઈ દયાળુ આત્મા તેને દત્તક પણ લઈ લે છે. એકવખત એકપરિપકવ ગર્ભનું મસ્તક જ ચુસણ પદ્ધતિમાં અલગ થઈ ગયું, અને બાકીનું ધડ શ્વાસ લેવા અડધા કલાક સુધી હવાતિયા મારતું રહ્યું.દિવસને અંતે ઓપરેશન થિયેટરનો તમામ માનવ એઠવાડ ઊભરાતી બાલદીઓ, મૃત્યુ પામેલા અને કળવળતાં મનુસંતાનોને દાટી દેવામાં આવે છે, અથવા ભઠ્ઠીમાં નાંખીને બાળી દેવામાં આવે છે. જેથી સામાન્ય નાગરિકોને આ લીલા કદી નજરે ચઢતી નથી. પ્રચાર જળઃ “બોલે તેના બોર વેચાય” એવા જાહેરાતના આ જમાનામાં સરકાર લોકોનેફસાવવા માટે લોભામણા સૂત્રોચિતરે છે. “પ્રસુતિનિવારણ એ સ્ત્રીનો અધિકાર છે.” આ સૂત્ર વાંચીને કોઈ બિનઅનુભવી મહિલા કુટુંબ કલ્યાણ કેન્દ્રની મુલાકાતે જાય તો તેમને ગર્ભપાતની સલાહ આપવામાં આવે છે. સલાહ આપનાર પોતે અથવા તેની સાંકળમાંનો દેહસૃષ્ટિ કોઈ બીજો જણ મોટીવેટર હોય છે જે મોટી સંખ્યામાં મહિલાને ગર્ભપાત માટે તૈયાર કરવામાં પાવરધા હોય છે. તેઓ સગર્ભા સ્ત્રીને અનેક રીતે સમજાવે છે કે તમને બાળકની હમણાં જરૂર નથી, તમારુંયૌવન, તમારું સૌંદર્ય, તમારી સૃષ્ટિ તમારે અકબંધ રાખવી હોય તો ગર્ભપાત કરાવી નાંખો. તમારે નોકરી કરવી છે, તમારે પતિને કંપની આપવી છે, તમારે વિદેશ જવું છે, તમારે મોજમજા કરવી છે બાળક તેમાં બાધક બનશે. પાંચ - દસ વર્ષથોભી જાવ હમણાં ગર્ભપાત કરાવી નાંખો. એબોર્શન હવે કાયદાની દૃષ્ટિએ માન્ય છે. તેમાં કંઈ વાંધો આવતો નથી. તકલીફ થતી નથી ઉપરથી રૂપિયા મળે છે. નોકરી કરતા હો તો ચાલુ પગારે || 39s ||

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370