Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 333
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો ચુસણ પદ્ધતિ : ગર્ભાશયમાં એકપોલીનળીનો છેડોદાખલ કરવામાં આવે છે. નળી સાથે એક પંપ બેસાડેલો હોય છે અને નળીને બીજે છેડે મોટી બોટલ જોડેલી હોય છે. નળીનો એક છેડો ગર્ભાશયમાં બરાબર ગોઠવ્યા પછી પંપને ઉઘાડવાસ કરવાથી ગર્ભમાંનું જીવતું બાળક ગર્ભમાંથી પછડાય છે. કસાઈઓ બકરાને એક ઝાટકે હલાલ કરે છે. જ્યારે આ પદ્ધતિમાં કયારેક બાળકના જુદા-જુદા અંગોને નળીમાં ખેંચાઈ આવે છે. ડોળાફાટીને બહાર આવી જાય છે. સકશનને લીધે પેડુ, છાતી, પેટ અને મગજના પોલાણોમાં આવેલા અવયવો ફાટીને વેરવિખેર થઈને બહાર આવે છે, ત્યારે છેવટે બંધબોટલમાં જોરથી પછડાઈને તેના ભુક્કા બોલાઈ જાય છે. કેટલીયે વાર સુધી બાળક બોટલમાં તરફડતું રહે છે અને પછી શ્વાસ રૂંધાતા તે ઠંડુ પડી જાય છે. આ પદ્ધતિમાં કયારેક આખું ગર્ભાશય બહાર ખેંચાઈ આવે છે. તેવી સ્ત્રીઓને જિંદગીભર અનેક તકલીફો થાય છે. કમરનો દુખાવો તો કાયમી બની જાય છે.પછીનું ગર્ભધાન ઉથલો મારે અને રક્તસ્રાવને કારણે સ્ત્રી નંખાઈ જાય છે. હિસ્ટેરોટોમી (નાનું સિઝેરિયન) : પેડુને ચીરી, સગર્ભા સ્ત્રીના આંતરડા બહાર કાઢી,ગર્ભાશયને ખોલી, જીવતું બાળક કાઢવામાં આવે છે. પછી એને બાલદીમાં ફેંકી દેવું પડે છે હાથપગ હલાવતું, હવાતિયા મારતું, રડતું,અસહાય બાળકબાલદીમાં જ મરી જાય છે. તેમાં પણ કેટલાક જબરા જીવો કલાકો સુધી મરવાની ના પાડે છે અને ઓપરેશન થિયેટરમાં બીજો કેસ તુરત દાખલ કરવાનો હોય છે. તેથી બાલદીમાં જીવતા બાળકને તીક્ષ્ણ હથિયાર વડે વીંધી નાંખવામાં આવે છે અથવા મોટા ફટકાથી તેનો કચ્ચરઘાણ કાઢી નાંખવામાં આવે છે. જો કાતિલ ખુનીઓ,ડાકુઓ, મારાઓ અને આદતના નર-હત્યારાઓ આવાં બે-ચાર ઓપરેશનો જોઈ લેશે તો કદાચ તેઓ પોતાનો ધંધો છોડીને સાધુ બની જાય, | રૂદ્દ ||

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370