Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 332
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો ડી. એન્ડ સી. ઓપરેશન : દાકતરી સાધનો વડે સગર્ભા સ્ત્રીના ગર્ભાશયનું મુખ પહોળું કરવામાં આવે છે. પછી એ સાધન વચ્ચેથી એક ચપ્પઅથવા કાતર જેવું હથિયાર અંદર નાંખીને જીવતા બાળકને તેવીંધી નાંખવામાં આવે છે.ગર્ભમાં તરફડતું બાળક લોહીલુહાણ થઈ અસહ્ય વેદના ભોગવી મૃત્યુને શરણ થાય છે. પછી એક ચમચી જેવા સાધનની મદદથી બાળકના ટુકડે ટુકડા બહાર કાઢવામાં આવે છે.ખીમાં થઈ ગયેલું મગજ, લોહીથી દદડતા આંતરડા,બહાર નીકળી પડેલી આંખો, દુનિયામાં જેણે પહેલો શ્વાસ નથી લીધો તેવા ફેફસા, ધબકતું નાનકડું દય, હાથ પગ, બધું જલદી – જલદી બહાર કાઢીને નીચેની બાલદીમાં ડોક્ટરે ફેંકી દેવું પડે છે. બહાર ગર્ભપાત માટેના ઉમેદવાર બહેનોની લાંબી લાઈન હોય છે. (જાણે નરકની ટીકીટ લેવા લાગેલી લાઈન, જ્યાં કપાવું કપાવું ને કપાવું જ પડે છે.) એટલે ડોકટરે આ બધું જલ્દી – જલ્દી પતાવવું પડે છે. તેથી ઘણી વખત બાળકને અંદર તરફડીને મરી જવા માટે પૂરતો સમય પણ અપાતો નથી. અંધારામાં તીર મારવા જેવું આ ઓપરેશન છે. હથિયાર ગર્ભમાં બાળકના માથામાં, છાતીમાં, પેટમાં કે Æયમાં ન વાગતા હાથ, પગ કે સાથળમાં ઘાંચાયતોબાળકજલ્દી મરતું નથી. ૭૦, ૮૦,૯૦વર્ષ જીવવા માટે કુદરતે જે છોડતૈયાર કર્યા હોય છે, તેની જિજિવિષા ખૂબ પ્રબળ હોય છે. તેથી બાલદીમાં ધબકતા હૃય જોઈને ડોક્ટરો, નર્સોઅને સ્વીપરો સુદ્ધાં બીજી બાજુ આંખો ફેરવી લે છે. આ હથિયાર કયારેક ઉતાવળમાં અને કયારેક અનવ્યસ્ત હાથે ગર્ભાશયને પણ નુકસાન કરી દે છે. તેવા કિસ્સામાં લાંબા સમય સુધી લોહી વહે છે, અંદર ચાંદુ પડે છે, કાયમનો પ્રદર થાય છે, જાતીય આવેગોઠંડા પડી જાય છે, પરિણામે દાંપત્યજીવન ખોટું બને છે અને કયારેક તો એવી સ્ત્રી ફરી કદી માતા બની શકતી નથી. // રૂ9૬ ||

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370