________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
શિક્ષણ મળે તો જીવનમાં માનસિક, બૌદ્ધિક અને આત્મિક સૌંદર્ય અને જેમાં બાહ્યસૌંદર્યની સાથે અંતઃસૌંદર્ય પણ હોય તેવા સુંદર જીવનનું નિર્માણ થાય. (કલ્યાણ જાન્યુઆરી ૧૯૭૭)
અનાયાસ સમૃદ્ધ થવાનું ન વિચારો
પરિશ્રમ કર્યા વગર, અનાયાસ અપાર ધન મેળવવાની ઈચ્છા ઘણા લોકોમાં એવી રીતે ઉત્પન્ન થાય છે કે તેઓ ન જાણે કેવી – કેવી કલ્પનાઓના ઘોડા દોડાવે છે અને રાતોરાત માલા – માલ થઈ જવાના સ્વપ્ન જોતા રહે છે. ધન જીવન નિર્વાહ માટે જરૂરી છે, પરંતુ ઘણા લોકોને માટે આ નિર્વાહનો આધાર નહી રહેતા સાધ્ય જ થઈ જાય છે. આ પ્રલોભનમાં લોકો નૈતિક, અનૈતિક, ઉચિત, અનુચિત, અને વ્યાવહારિક, અવ્યાવહારિક ઉપાય કરતા જોવામાં આવે છે. જ્યારે તથ્ય એ પ્રામાણિત કરે છે કે જેણે પણ અનુચિત ધન ભેગું કરવાના યા પરિશ્રમ વગર ધનવાન બનાવાના પ્રયાસ કર્યા છે, તેને પાછળથી પસ્તાવો જ હાથ લાગ્યો છે. સાચી વાત તો એ છે કે જે પરિશ્રમ અને ઈમાનદારીથી કમાવામાં આવે છે તે જ ધન ફળે છે. તેમાં સ્થિરતા અને સત્પરિણામ ઉત્પન્ન કરાવવાની ક્ષમતા હોય છે, પરંતુ લોકો રાતો – રાત માલા
માલ બનવાના ચક્કરમાં વ્યર્થ પરેશાન થાય છે અને નુકશાન ભોગવે છે. આવી જાતના દિવા સ્વપ્ન જોઈને ધન મેળવવાના પ્રયાસોમાં સટ્ટો, જુગાર, લોટરીથી માંડી દાટેલા ખજાનાનો લાભ પણ સામેલ કરી શકાય છે.
અમેરિકામાં મિસિસિપ નદીના કિનારે ફેલાયેલું હોમોચિટો જંગલને સંસારનું સૌથી વધુ સુંદર જંગલ માનવામાં આવે છે.આ જંગલના એક ભાગમાં એક નાનું એવું ગામ “નેટચેજ’ વસેલું છે. આ ગામથી લગભગ ૨૦ માઈલ દૂર રીડરબોય નામના ધનવાન ખેડૂતનું કૃષિ ફાર્મ છે. ફાર્મના ઉત્તર ભાગમાં મિસિસિપ નદીનો એક કીચડનો ડેલ્ટા છે. ડેલ્ટા પર ઉભા રહેવાથી ત્યાં એક જ બહુ મોટું કાંણુ દેખાય છે. બતાવવામાં આવે છે કે આ કાણું દિવસે – દિવસે
|| ૨૩ ||