________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
બીજી વાત, બાપની પુત્રી પ્રત્યે માયા. એકની એક પુત્રી. વળી સંસ્કારી કુટુંબની જે જન્મથી સંગીતની શોખીન.
બાપે માર્ગ કાઢ્યો. સંગીત પ્રભુને સમર્પી દે. પછી તારાથી ગાઈ શકાય.પણવિધવાને ગાતું બહાર કોઈ સાંભળે તો અનાચાર થાય. માટે બહાર કોઈ સાંભળે નહિ એમ ગાવાનું સ્થાન રાખવું.
એનું સ્થાન કયાં?
બાપના ઘર પાસે વાવહતી. બાપે પોતાના ઘરમાંથી વાવનીચે ભોંયરુ ખોધું. સેલાર વાવ ઉપર સમથળ પાણી.એની નીચેથી કોઈ ગાય તો અવાજ બહાર શેનો આવે?
આમ તાના રીરીના દિવસો જતા હતા.
એક દિવસ આ વાવને કાંઠે એક પાગલ આવીને પછડાઈને પડ્યો. ભૂખ્યો છે. રોમરોમ લોહી-પરુ વહી રહ્યાં છે. પાણી પાણી માગે છે, પણ એના દેદાર ભય અને ત્રાસ પમાડે એવા છે.
કામપ્રસંગે બહાર ગયેલો તાનાનો બાપ પોતાને ઘેર પાછો આવતો હતો. ત્યાં એણે વાવની પાસે નરનારીઓનો કોલાહલ સાંભળ્યો.
“અરે, એ તો પાગલ છે.” “અરે, એ તો કોઢિયો છે.” “અરે, એ રગતપીતિયો છે.”
બ્રાહ્મણ ઊભો રહ્યો. એણે જોયું. પાણી માટેનાં એના તરફડિયાં જોયાં. એની વ્યાધિ જોઈ. એને દયા આવી. પાસે જઈને એણે પાગલને ઉપાડયો.
“અરે...અરે....મહારાજ ! એ કોઢિયો છે. જુઓ તો ખરા !”
“ભાઈ, જે હોય તે, પણ ભૂખ્યો છે તરસ્યો છે. એમને એમ એ જાય તો ગામને કોડ નીકળશે. એના કરતાં મને એકને ભલે નીકળતો.”
|| ર૬૬ ||