________________
મેંવાંચ્યું તમે પણ વાંચો કહેવામાં આવ્યું છે, તે સ્ત્રીમાં પુરુષેદ્રઢ કરેલી વાસના તૃપ્તિના જ કેવળ સાધન તરીકેના વ્યક્તિત્વની કલ્પનાને નિર્મૂળ કરી દેવા માટે છે. તેમાં સ્ત્રીના ઉચ્ચ આત્મત્વને અવગણવાની જરાય દૃષ્ટિ નહોઈ શકે.
- છરી આત્મરક્ષા માટે જીવનોપયોગી સાધન તરીકે પોતાનું ઉચ્ચ વ્યકિતત્વ ધરાવે છે પરંતુ છરીનો ઉપયોગ મનુષ્ય જ્યારે ખૂન, ત્રાસ વગેરેમાં કરતો થઈ જાય ત્યારે, મનુષ્યને છરીમાં અધ:પતનનું દર્શન કરાવવું શું યોગ્ય નથી? અને એ દર્શન કરાવવામાં શું છરીના ઉચ્ચ વ્યકિતત્વની રક્ષા નથી સમાયેલી?
સ્ત્રીમાં પુરુષે કરેલી વાસનાની પૂતળી માટેની કલ્પના જ્યારે ટળશે ત્યારે જ તે સ્ત્રીના ઉચ્ચત્તમ પવિત્ર વ્યકિતત્વને સમજી શકશે, અને તે સમજાવવા જ સ્ત્રીમાં દોષારોપણ કરાય છે.
ત્યારે શું પુરુષ સ્ત્રીના સાથેના વાસનાના સંબંધમાંથી મુકત થાય તે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે અનિવાર્ય નથી? અને વાસનાનો સંબંધ તોડવા તથા તૂટેલા એ સંબંધોને જારી રાખવા માટે સ્ત્રી ત્યાગ આવશ્યક નથી? જેના દર્શનથી વાસના જાગૃત થાય છે, તેવા નિમિત્તોથી દૂર રહેવું એ મુમુક્ષુ માટે જરૂરી નથી?
સંસારથી ડરીને ભાગી છૂટવું એ સાધક આત્માની નબળાઈ નથી. પરંતુ સાધકનીએ સાવચેતી છે. સાધકનું તેદીર્ઘદૃષ્ટિબિંદુ છે. ગમે તેટલો સારો સંસાર જો આપણા આત્મામાં મલિન વાસનાઓનો જનકબને છે. તો તે સંસાર આપણા માટે અહિતકારી જ છે, અને તેથી તે ત્યાજય છે.
જોરોગીને આરોગ્યની પ્રાપ્તિ કરવી છે, તો તેના માટે રોગવર્ધકહવા, પાણી, અને ખોરાકથી દુર રહેવું જ શ્રેયસ્કર હોય છે. તેમ અનેકવિધ વાસનાઓના રોગથી મુક્ત બનવા અને નિર્વિકારિતાના પરમ આરોગ્યને હાંસલ કરવા, વિકાર વર્ધક (પુરુષ માટે), સ્ત્રી, ધન વગેરેથી અલિપ્ત રહેવું અતિ આવશ્યક છે.
| ૩૦ ||