________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આગળ વધીને તેમણે મર્યાદા પાલનમાં શારીરિક અનિષ્ટોને પણ બતાવવા માંડ્યા!
બળજબરીથી દાબી રાખેલી વાસના શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ જન્માવે છે.”
છતાંય સ્ત્રીઓ સાથે સ્વૈચ્છિત વિહારની અનુકૂળતા ન મળતાં સ્ત્રીઓને સમજાવવા માંડ્યું.
દેશનું અને સમાજનું હિત - સેવા કરવા સ્ત્રીઓએ ઘરના ખૂણો છોડવો જોઈએ. સ્ત્રીઓનું પણ રાજકીય અને સામાજિક ક્ષેત્રે અસાધારણ સ્થાન છે.”
આ પ્રબળ પ્રચારની માયાવી જાળમાં અનેક સ્ત્રીઓએ ઝંપલાવ્યું. દેશસેવા અને સમાજસેવાના બુરખા નીચે તેમના દુરાચારની એબ ઢંકાવા લાગી. અને દેશસેવિકા તથા સમાજસેવિકા તરીકે તેમનું વ્યક્તિત્વ વિકાસ પામવા લાગ્યું! નૈતિક અને અધ્યાત્મિક ઉન્નતિમાં પોતાનું ભવ્ય વ્યકિતત્વ અભિવ્યક્ત કરવાની ભાવના લુપ્ત પામી, પરિણામે પ્રચ્છન્ન અને પ્રકટ દુરાચારો દેશવ્યાપી, વિશ્વવ્યાપી બન્યા.
બીજી બાજુ સ્ત્રીઓને કૌટુમ્બિક બંધનો, કુટુંબ સેવા કડવી લાગવા માંડી, પતિની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, પતિની સેવા કરવા માટે તેને સમય નમળવા માંડ્યો એના સ્થાને પરપુરુષો સાથે વધુ ને વધુ બોલવાનું,હસવાનું, બેસવાનું, કામ કરવાનું તેને પસંદ પડ્વા લાગ્યું.
કુટુંબમાં તે પ્રેમનું સામ્રાજ્યના સ્થાપી શકી. કુટુંબમાં કલેશના મંડાણ થયા, કલેશના ભડકા થવા લાગ્યા.
બીજી બાજુ, જાતીય આકર્ષણનો સ્ત્રીઓ ભોગ બનવા લાગી અને અનાચાર,દુરાચાર અને વ્યભિચાર ખૂબ વધી ગયા.એમાં પણ માનવ સમાજ સમક્ષ જ્યારે તેમના પાપ પ્રગટ થવા લાગ્યા. વ્યક્તિત્વ હણાવા લાગ્યું ત્યારે
| ૨૦૬ ||