________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
“એવો ખ્યાલ તમે ના કરશો સૂરજબહેન,મારાથી સહેવાયું નહિ તેથી જ જાણવા આવી છું.’’
અને પછી એમનું અંતર ઉઘડ્યું. ધીમે ધીમે એમણે કહ્યું.
“મારું લગ્ન થયું ત્યારે મારા ને મારા મા – બાપના હરખનો પાર નહોતો. ગામડા ગામની ગરીબ મા – બાપની દીકરીના નસીબે શ્રીમંતનું ઘર ક્યાંથી હોય, પણ મારા મામાની લાગવગ અને મારા નસીબના જોરે સારું ઠેકાણું મળી ગયું. પતિ હોશિયાર ને કુટુંબમાં કર્તા હર્તા. સારું થયું. મારા મા – બાપ મારું સુખ જોઈને ગયાં. આ દુઃખના દિવસ એમના ગયા પછી આવ્યા એટલી ફિકર મને ઓછી છે.
‘લગ્ન પછીના ચાર વરસ તો મારા બહુ સુખમાં ગયા. પાણી માંગુ તો દૂધ મળે એવા મારા માન – પાન ને મારી પ્રત્યે હેતપ્રીત, પણ ચાર વરસ પછી ય મારી કુખ ન ફળી એટલે ઘરમાં સૌને ને પતિને સુદ્ધાં હું અણગમતી બની ગઈ. દાકતર, વૈદ્ય ને જોશી સુદ્ધાં પાસે મારું નસીબ ઉકેલાવી જોયું. પણ ક્યાંય કારી ન ફાવી. મારા સાસુ - સસરાનું દિલ મારા પરથી ઊઠી ગયું. બે ચાર મહિના તો મારા પતિ એમના વડીલોની વાતથી ન પીગળ્યા પરંતુ પછી તો આ કમનસીબીમાં એમને પણ મારો વાંક વસવા લાગ્યો. તેઓ મારાથી અળગા ને અળગા રહેવા લાગ્યા. વગર વાંકે મારો વાંક જોવા લાગ્યા.’
આમ છતાં, હું શાંતિથી રહેતી હતી. એ લોકોની અવગણનામાં મારા નસીબને દોષ દઈ બેસી રહેતી હતી, પરંતુ એ શાંતિનો અંત એક દિવસ આવી ગયો.
-
“તે દિવસે રાત્રે પતિ રોજ કરતાં જરા વહેલા આવ્યા – મનમાં હું હરખાઈ. મને રાજી કરવા મારી સાથે હસીખુશીથી રહેવાનો એમના મનમાં વિચાર આવ્યો હશે.મારા પ્રત્યે દયાભાવ જાગ્યો હશે ને તેથી જ આજ વહેલા આવ્યા હશે, એમ માની હસતી, હસતી હું એમની સામે ઊભી રહી, પરંતુ તેઓ ગંભીર હતાં. એમની ગંભીરતા જોઈ હું સ્તબ્ધ બની ગઈ. એમણે મને સામેની
|| 399 ||