________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
નારીનું સ્વમાન
મનીઓર્ડરની રકમ પાછી લઈને બીજે દિવસે ય ટપાલી જ્યારે સુરજની ખડકી બહાર નીકળ્યો, ત્યારે આખી શેરીમાં હો હા મચી ગઈ.‘સો રૂપિયા એ કાંઈ નાની – સૂની રકમ ન કહેવાય !'' સો રૂપિયાનું મની ઓર્ડર પાછું વાળવું એ મુર્ખાઈ નહિ તો બીજું શું ?” “કોઈ એને સલાહ દેનારું ય ન નીકળ્યું ?” “અરે, એ તો ભારે તેજ છે, એને કહેવા કોણ જાય ?’’ એમ જાતજાતની ટીકા સગા સંબંધીઓને પાડોશીઓમાં થવા લાગી એટલે મને સુરજ કોણ અને સો રૂપિયા શાના, એ જાણવાની ઈચ્છા થઈ. હું તો આઠ દિવસથી જ મામાને ઘેર હવાફેર માટે રહેવા આવી હતી.
આતુરતાથી મેં મામીને પૂછયું : “શી વાત થાય છે ?’’
“એ આપણા ગામની દિકરી છે. મા – બાપ નથી, ભાઈ – ભોજાઈ પરદેશ રહે છે. છેલ્લા ત્રણ મહિનાથી એકલી જ અહી છે. એના વર તરફથી સો રૂપિયાનો મની ઓર્ડર આવ્યો'તો તે એણે પાછો વાળ્યો. આમ તો ઘરમાં ખાવાના ય વખા છે, પણ એ પૈસા એણે ન લીધા. શી ખબર બે માણસ વચ્ચે શો ય અણબનાવ હશે !’
મામી આટલું કહી વાત પૂરી કરવા માંગતા હતા, પરંતુ મારી જિજ્ઞાસાનો પાર નહોતો. મેં પ્રશ્નો પૂછવા માંડયા ને મામીએ કંઈક કંટાળા સાથે તૂટકછૂટક જવાબ આપ્યા તેનો સાર આ હતો ઃ ‘સૂરજ એના પતિને છોડીને અહી આવી છે. એનો ભાઈ આવીને થોડો સરસામાન ને અનાજ આપી ગયો છે. પતિને ત્યાં વાડી, બંગલા, મોટર બધુ છે સૂરજ શા માટે આવતી રહી છે, તે કોઈ જાણતું નથી. પણ પતિ તરફથી આવતી કોઈ જાતની મદદ એ સ્વીકારતી નથી તેની આખા ગામને ખબર છે. હમણાં એણે સીવવાનો સંચો ભાડે લીધો છે ને એમાંથી ગુજરાન જેટલું કમાઈ લેવાની ઉમેદ રાખે છે.’’
આટલું જાણતા સૂરજને જોવાની મને તીવ્ર ઈચ્છા થઈ આવી. આંખની ઓળખાણ થઈ ગઈ હતી. પણ ઘેર જવાનું કદી બન્યું નહોતું. એટલે
|| ૩૦૬ ||