________________
મેં વાંચ્યું તમે પણ વાંચો એટલું જ નહિ પણ વીર્યની હાનિથી માનસિક નિર્બળતા પણ વધી જાય છે અને નબળું પડેલું માનસ જીવન વ્યવહારમાં જોઈતી સફળ કાર્યક્ષમતા ધરાવતું નથી. ક્રોધાદિ આવેશોને તે તુરત પરવશ બની જાય છે. તેનાથી શરીર પર ઘણી માઠી અસરો થાય છે તેની વાણી કટુતાભરી બને છે.
ન
આમ, વાસનાઓને ન દાબતાં છુટી મૂકવામાં આવી તો આજે માનસિક, વાચિક અને કાયિક રોગો, અનિષ્ટો દેશને ઘેરી વળ્યા છે.
વળી, સ્ત્રીઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે વાળી પુરુષોએ શું સ્ત્રીઓનું આત્મહિત કર્યું છે ? એક તો એ સ્ત્રી જ્યારે રાજકીય કે સામાજિક ક્ષેત્રે રસ લે છે, તે તેના પતિને પ્રિય નથી હોતું અને તેથી હૈયું ઘણો જ અસંતોષ અનુભવે છે, પતિ – પત્નિ વચ્ચે એક મહાન અંતર પડી જાય છે.
બીજું કુટુંબની સેવામાંથી કંટાળીને સ્વીકારેલી રાજસેવા કે સમાજસેવા કદી પણ સત્યની ભૂમિકા પર ટકી શકતા નથી અને તે અભિનંદનીય ન બની શકે.
આમ ભિન્ન - ભિન્ન દૃષ્ટિબિંદુઓથી વિચારતા સ્ત્રી – સ્વાતંત્ર્ય, દેશની, સમાજની અને આત્માની નૈતિક, આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ ઉપર કેવો જબ્બર કુઠરાઘાત કર્યો છે, તે સમજી શકાશે.
જે સ્વાતંત્ર્યમાં વાસનાઓ સાકાર બની અધઃપતનના માર્ગે જીવાત્માને દોરી જતી હોય, તે સ્વાતંત્ર્ય કોઈ કાળે, કોઈ સ્થળે, આપી શકાય નહિ. તે સ્વાતંત્ર્યનો આગ્રહ રાખી શકાય નહિ. પરંતુ તે સ્વાતંત્ર્ય પર વહેલામાં વહેલી તકે અંકુશ મુકવો જોઈએ.
જે સ્વાતંત્ર્યમાં વાસનાઓ નામશેષ બની આત્મા ઉત્ક્રાન્તિના પંથે વળે તે જ સ્વાતંત્ર્ય પ્રત્યેક સ્થળે અભિનંદનીય બની શકે.
avo
|| ૩૦૬ ||