________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
બર્થકંટ્રોલ, સંતતિ નિયમનના સાધનો અજમાવવા શરૂ થયા એના દ્વારા પાપના પ્રગટીકરણનો ભય ટળી ગયો ! ભોગેચ્છાએ માઝા મૂકીને રમણે ચઢી. પુરુષત્વ – વીર્યનો ખૂબ ખૂબ વ્યય થવા લાગ્યો. શારીરિક રોગોને હુમલા કરવાનું ક્ષેત્ર મળી ગયું, અને દેશ તથા સમાજ ઘેરી માંદગીમાં પછડાઈ ગયો.
વિચારો, ગંભીરતાપૂર્વક પક્ષપાતરહિત વિચારો
સ્ત્રી સ્વાતંત્ર્ય પાછળ કરવામાં આવેલા તર્ક કેટલા બધા અસંગત છે, તે પણ વિચારણા માંગે છે.
“કોટુંબિક મર્યાદાઓના પાલનમાં વાસનાનો અગ્નિ દબાયેલો રહે છે અને માર્ગ મળતાં તે પવિત્રતાને ભરખી લે છે.’ આમ માની મર્યાદાઓના પાલન તોડવામાં આવે અને અગ્નિને ભડકે બળવા દેવામાં આવે તો શું પવિત્રતા સહી સલામત રહેશે ?
વાસના એ જો અગ્નિ જ છે, તો અગ્નિ પર નિયંત્રણ અનિવાર્ય જ છે. કયો મનુષ્ય પોતાના ઘરમાં અગ્નિને છૂટો મૂકે છે ? રસોઈની જરૂર હોય ત્યારે પરિમિત તાપ દ્વારા તે અગ્નિનો ઉપયોગ કરાય અને જ્યારે કાર્ય સમાપ્ત થાય ત્યારે રાખના ભાઠામાં તે અગ્નિ દાટી દેવામાં આવે છે. તે જ રીતે ભોગની ઈચ્છા થતાં સ્વસ્રી સાથે પરિમિતકાળ માટે વાસનાનો અગ્નિ પેટાવી, ત્યારબાદ સંયમની મર્યાદાની રાખમાં તે અગ્નિને દાબી રાખવો તે જ ગૃહસ્થ માટેની આર્ય સંસ્કૃતિ છે. વાસનાના અગ્નિને સંપૂર્ણ બુઝાવી નાંખવા સંયમની રાખમાં કાયમ માટે તે અગ્નિને દાટી રાખો ! તેનું જ નામ બ્રહ્મચર્ય પાલન છે. વળી વાસનાઓને દાબવામાં શારીરિક નુકસાનો ન હોવા છતાં જેમ રજૂ કરાય છે, તેમ વાસનાઓને પૂર્ણ કર્યે જવામાં તો કેટલા શારીરિક નુકસાનો છે, તે આજે સમજાવું પડે તેમ છે ? આજે વધુમાં વધુ રોગોનું જન્મસ્થાન હોય તો તે અધિક ભોગ પ્રવૃત્તિ છે. જ્યારે વાસનાઓને રોકવાથી વીર્યનો સંચય થઈ રોગ પ્રતિકાર શકિત વધે છે.
|| ૨૦૭ ||