________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
વિષય તૃપ્તિનું સાધન બનેલી સ્ત્રી દગાખોર પતનકારી બને છે, એ વાતને પ્રત્યેક વિચારક સ્વીકાર્યા વિના નહિ રહે.
- સ્ત્રીની ભૂમિકાથી પુરુષ અંગેની વિચારણા પણ પૂર્વોકતદૃષ્ટિબિંદુઓથી કરી લેવી જોઈએ.
સ્ત્રીએ પણ પોતાના ઉચ્ચ વ્યકિતત્વની અભિવ્યકિત ક્ષુદ્ર વાસનાઓમાં ન કરવી જોઈએ. પરંતુ શુદ્ધ, સતીત્વ અને નિર્દભ સદાચારિતામાં કરવી જોઈએ, પરંતુ શુદ્ધ સતીત્વની રક્ષા પાછળ તેણે સતત અને સખત જાગૃતિ રાખવી જોઈએ. એવ્યકિતત્વજરાય ન ઝંખવાય,દિનપ્રતિદિન ઉજ્વળ બને તેની ખેવના તેના હૃદયમાં સ્થપાયેલી હોય.
પરંતુ આ શુદ્ધ સતીત્વ અને નિર્દભ સદાચારિતાની અભિવ્યકિત કરવા પાછળ જરૂરી મનોબળ અને આત્મબળ લાસ પામતા ચાલ્યા. તેથી સ્ત્રીનું વ્યકિતત્વ ઝંખવાયું. તેનાથી તેમનામાં રહેલી માનવ સહજ માનવી લાગણી દુભાણી. અને એ લાગણીએ સ્ત્રીને પોતાનું વ્યકિતત્વ અન્યાન્ય માર્ગે વ્યક્ત કરવા પ્રેરી. અને તેમાં તેને પુરુષોની જરૂરી સહાય પણ મળી કે જે પુરુષોની મલીન વાસનાઓ તે સહાય કરવા દ્વારા પોષાવા લાગી!
અને સ્ત્રી સ્વાતંત્ર્યના નામનો એકખૂણેથી પોકાર ઊઠ્યો. સ્ત્રીઓ દ્વારા કેવળ પોતાની ક્ષુદ્ર કામનાઓને સંતોષવામથતા પુરુષોને પ્રિય લાગ્યો, તેમણે એપોકારને દેશવ્યાપી બનાવવા પ્રયત્નો આદર્યા.
સ્ત્રીઓમાં સુતેલી ભૌતિક સુખેચ્છાઓને પૂર્ણ કરવા માટે તેમણે આ સ્ત્રી સ્વાતંત્ર્યનું ક્ષેત્ર બતાવી સ્ત્રીઓને કૌટુંબિક મર્યાદાઓ ફગાવી દેવા ટટ્ટાર કરી.
તેમણે એક વાત એવી વ્યાપક બનાવી કે, “સ્ત્રીઓને ખૂબ મર્યાદાઓના બંધનોમાં જકડી રાખવાથી, અંદરમાં વાસનાનો અગ્નિ ઘુઘવાય છે. અને માર્ગ મળતાં તે પવિત્રતાને ભરખી લે છે. એના બદલે સ્ત્રીઓને મર્યાદાઓની શૃંખલામાંથી મુકત રાખો.”
|| ૩૦ ||