________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ખુરશી પર બેસવા કહ્યું. એક ગુનેગારના ભાવ અનુભવતી હું કાંઈક સજાના ફરમાનની રાહ જોતી ફાટી આંખે એમની સામે તાકી રહી.
એમણે કહેવા માંડયુંઃ
જો સૂરજ, તારો ખોળો ભરાયો નહિ. દાકતરોએ પણ ચોખ્ખી ના પાડી દીધી છે.”હું મુંગી રહી એમણે આગળ ચલાવ્યું:
“તો હવે મારે મારી આવડી મોટી મિલકતને વારસ વિનાની રાખી શકાય નહિ. બા – બાપુજીને પણ લાગે છે કે હવે મારે બીજું લગ્ન કરી લેવું જોઈએ.”હિંમતથી તેઓ આ બોલી ગયા, હું ઉશ્કેરાઈ ગઈ, મેં કહ્યું:
- “બા – બાપુજીનું નામ શા માટે વચ્ચે લાવો છો? તમારા પોતાના મનની જ વાત કરોને!”
તેઓ સ્વસ્થ જ રહ્યા અને શાંતિથી બોલ્યાઃ
“મારા મનની વાત પણ એ જ છે, આટલા વરસોથી ને આટલી મહેનત પછી એકઠી કરેલી મિલકતને સાવ રઝળતી તો ન જ છોડાય.”
મારું મન તો એમના આ જવાબ સામે હજારો સવાલ ઉઠાવી ગયું: તો પછી શું મારા કરતાં તમારે મન તમારી મિલકતની કિંમત વધારે છે? તમને તમારી મિલકત પર કેટલો અધિકાર છે એટલો મને નથી શું?” મને કહેવાનું મન થયું, “જેવા તમે એમિલકતના માલિક છો એવી હું પણ માલિક છું.” પરંતુ આવા બધા વિચારો તો મારા અંતરમાં જ ઘૂમ્યા કર્યા. છેવટે શાંત પડી ગયા. બહાર તો મહાપરાણે રોકી રાખવા છતાં આંસુના બે ટીપાં પડી ગયા. એ જોઈને મારા પતિ ગુસ્સે થઈ ગયા ને બોલ્યાઃ
એમાં રડવાનું શું છે? તારે મારા કુટુંબના મૂળને ઉખાડી નાખવું છે? કુટુંબનું ભલું ઈચ્છવું તો દૂર રહ્યું આ રીતે અપશુકન કરવા છે?તને કોઈ કાઢી મૂકતું હોય ને તું આમ આંસુ પાડતી હોય તો ઠીક છે, તારાં સુખ-સાહેબીમાં જરાય ખોટ આવવાની નથી.”
| ૩૧૨ ||