________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કિંજુસી સમાજમાં નજરે પડે છે. અને તેમના જીવનની વિચિત્રતા આપણને આશ્ચર્ય ઉપજાવે છે. લાખોની મિલકતો તેઓ ધરાવતા હોય છે, પણ તેમાંથી પોતે ઉપયોગ કરી શકતા નથી. તે શાપિત મિલ્કત પર નાગ જેવું તેઓ જીવન વીતાવે છે અને પોતાની મીલકતોના વારસા આખરે બીજાઓને આપીને આ જગતમાંથી દુઃખી હાલતમાં વિદાય લે છે. અજબ છે, ને આવા કંજુસો! (કલ્યાણ ઓગષ્ટ ૧૯૫૯)
(મુંબઈ સમાચાર)
પ્રમાણિકતા જબલપુર જિલ્લાનો એક વેપારી જબલપુરથી છ માઈલ દૂર ગ્વારીઘાટ રેલ્વે સ્ટેશને પાણીના નળ આગળ રૂા. ૧૭, ૦૦૦ ની ચલણી નોટોવાળી એક થેલી ભૂલી ગયો, અને ત્યાંથી ટ્રેનમાં નાગપુર ગયો. એક ગામડિયાને આથેલી મળી. તેણે તેવેપારીને જોયેલો પણ ખરો,એટલે તે પાછો આવે કે તરત જ તેની થેલી તેને સુપરત કરી દેવા માટે તેણે ત્રણ દિવસ સુધી તે વેપારીની રાહ જોઈ.
આંસુ સારતો વેપારી થેલીની તપાસ માટે આવ્યો, ત્યારે ગામડિયાએ તરત જ એ થેલી તેને આપી દીધી. વેપારીએ તેને રૂા. ૧૦00 ઈનામ તરીકે આપવા તૈયારી બતાવી,પણ કોઈ પણ જાતનો બદલો સ્વીકારવાની તેણે ઘસીને ના પાડી દીધી, એટલું જ નહિ, પણ પોતાનું સરનામું સુદ્ધાં તેને જણાવ્યા સિવાય તે ત્યાંથી ચાલતો થયો. અખંડ આનંદ, ઓકટોમ્બર ૧૯૫૫
-કા. મો. ધ્રુવ એમ. એ. એમ. ઈ.ડી.
|| ૨૬૦ ||