________________
મેં વાંચ્યું તમે પણ વાંચો છતાં જ્યારે પોતાના પિતાનું અવસાન થયું ત્યારે તેની મરણવિધિનો ખર્ચપોતે ભોગવવાને બદલે પોતાના સગાંવહાલાંએ એકઠો કરેલો ફાળો તેણે સ્વીકાર્યો હતો. તે કહેતો કે સગાં કામ નહિ આવે તો કોણ કામ આવશે? જ્યારે તે મરણ પામ્યો ત્યારે તે ર૬,૦૦,૦૦૦ પાઉન્ડની જંગીમિલ્કત પોતાની પાછળ મૂકી ગયો હતો.
કંજુસ ધારાશાસ્ત્રી કિંજૂસોની અનેક વિચિત્રતાઓમાં બીજી એક એવી પણ વિચિત્રતા જાણવા મળે છે કે પિતા એકદમ ઉદાર સખાવતી વ્યકિત હોય, પણ પુત્ર કિંજૂસમાં કંજૂસ હોય. વિચિત્ર વિસ્મયજનક અપવાદો પણ ઘણીવાર દૃષ્ટિગોચર થાય છે. જહોન કેમડન નીલ્ડ નામનો કંજૂસ આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે. તેનો પિતા બહુ ઉદાર અને પરોપકારી માણસ હતો. પણ નીલ્ડ અત્યંત કંજુસમાં કંજુસ હતો. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે નીલ્ડ કોઈ સાધારણ માનવીનહતો. વિદ્યાપીઠમાં તેણે અભ્યાસ કર્યો હતો અને એક ધારાશાસ્ત્રી હતો પણ પિતાના મરણ પછી તેણે પોતાનાં ઘરની સૂરત જ ફેરવી નાંખી. ઘરમાં પાથરવાના બિછાનાં, બારીઓનાં પડદાં વગેરે તેમજ મોટા ભાગનાં ફર્નિચરને તેણે દૂર કર્યું. અને પોતે પણ એક સુટ ચડાવીને કિંજૂસાઈભર્યા જીવનમાં દહાડા ગાળવા લાગ્યો. પાઈએ પાઈના ખર્ચની તેને એટલી બધી ચિંતા રહેતી કે છાપરામાંથી પાણી પડતું હોય અને તે છાપરું દુરસ્ત કરનાર કારીગર પોતાનું કામ કરી રહ્યો હોય ત્યારે પણ નીલ્ડ ત્યાં સીડી મૂકીને તેના ઉપર બરાબર દેખરેખ રાખે કે જેથી કારીગર એક પણ ક્ષણનો બીનજરૂરી વ્યય ન કરે, ને કોઈ પણ પદાર્થનો દુરુપયોગ ન કરી શકે. જ્યારે નીલ્ડમરી ગયો ત્યારે તે મહારાણી વિકટોરીઆ માટે ૫,૦૦,૦૦૦ પાઉન્ડ પોતાની પાછળ મૂકતો ગયો હતો. વિક્ટોરીઆએ એમાંથી ઘણી રકમ ધર્માદામાં આપી દીધી, અને કેટલીક રકમ નીલ્ડનાં કપડાં ધોનાર એક ધોબીને
|| ૨gs ||