Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 315
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો ગેરકાયદેસર સંતાનોને સંરક્ષણ આપવા છતાં હજી ગર્ભહત્યાઓઅટકી નથી. આવા ગેરકાયદેસર સંતાનોના સાચા માતા - પિતાના નામ બહાર ન આવતાં હોઈ અણજાણમાં એક જ પિતાના પુત્ર-પુત્રીઓ પણ લગ્નથી જોડાઈ જાય છે અને પ્રજાને અધ:પતનના માર્ગદોરે છે. આ પ્રકારના અનૈતિક સંયોગોમાં ઈગ્લડ સ્કોટલેન્ડમાં દર વર્ષે આઠ લાખ વ્યકિતઓ ગુપ્ત રોગોમાં સપડાય છે અને તેમાં કેટલાક પ્રદેશો તો એવા પણ છે કે જ્યાં ૬૦થી ૭૫ ટકા જેટલી પ્રજા ગુપ્ત રોગોમાં સપડાયેલી હોય ! અમેરિકામાંદર વર્ષે વીસ લાખ ગર્ભહત્યાઓ થાય છે આતો દસબાર વર્ષ પહેલાંના આંકડા છે આજે તો લાખોને વટાવી ગયેલા આંકડાઓ હશે. અને ગર્ભપાત કરાવનારી સિન્ડીકેટો વાર્ષિકદસ લાખ ડોલરની આવક કરે છે. તે દેશના કેટલાય ભાગોમાં ૭પથી ૮૦ટકા પ્રજા ગુપ્ત રોગોમાં ફસાયેલી છે. જગતમાં પ્રથમ નંબરનું પ્રબળ સૈન્ય ધરાવતું ફ્રાંસ એક જ મહિનામાં હિટલરના હાથે હારી ગયું તેનું કારણ અનૈતિક અને સાંસારિક અધ:પતન છે. તે તો ફાંસના સરમુખત્યાર માર્શલક પતાએ પણ કબુલ્યું હતું. આ ઉપરાંત સાત્ત્વિક મર્યાદાના અભાવે ત્યાં લગ્નજીવન પણ ભાગ્યે જ સુખી નીવડે છે. દર મહિને છુટાછેડા લેનાર નર-નારીઓનો યુરોપ - અમેરિકામાં તોટો નથી. છૂટાછેડા ઘણી વખત હાસ્યાસ્પદ કારણોમાંથી જ પરિણમે છે. મોટે ભાગે તો સ્ત્રી હલકટ શોખને ખાતર જ પુરુષને પજવે છે. આ માટે અમેરિકામાં “હાઉ ટુટોર્ચર હસ્બન્ડ કલબ”પણ ચાલે છે અને પુરુષ પણ ઘણી વખત ક્ષણિક મોજને ખાતર સ્ત્રીને પજવે છે તથા પછી બંને છુટાછેડા લેવાને ન્યાયમંદિરમાં દોડે છે. સ્વભાવમાં સહેજ મતભેદ પડે કે છુટાછેડાની હોળી, એ યુરોપ - અમેરિકાનું સમાજ જીવન છે. યુરોપ - અમેરિકાના તત્ત્વજ્ઞાનીઓને આદશાનું મુખ્ય કારણ નારીમાં જે પ્રેમ, ભક્તિ, લજ્જા આદિ ગુણો ખીલવા જોઈએ તેનો અભાવ જણાયો. વૈજ્ઞાનિક પૃથક્કરણે પણ એ જ અભિપ્રાય દર્શાવ્યો તે અભિપ્રાયમાં અપાયેલા અનેક || ર૬: ||

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370