________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો દૃષ્ટાંતોમાંનું એક દૃષ્ટાંત નીચે પ્રમાણે છે ઃ
વર્ષો પહેલાં કાલીકાકા નામના એક અમેરિકને બે લગ્ન કરેલાં. પહેલું એક સ્વચ્છંદી સુંદરી સાથે ને બીજું એક પવિત્ર કન્યા સાથે. પ્રથમ સ્ત્રીથી તેનો વંશવેલો ફાલીને ૪૮૦ની સંખ્યાએ પહોંચ્યો છે. જ્યારે બીજી સ્ત્રીનો વંશવેલો ૪૯૬ની સંખ્યાએ પહોંચ્યો છે. પ્રથમ સ્ત્રીના ૪૮૦ વંશજોમાંથી ૧૪૩ દુરાચારી, ૮૭ અલ્પાયુષી, ૩૬ અનૌરસ, ૩૩ વૈશ્યાઓ, ૨૪ દારૂડિયા, ૩ અસાધ્ય રોગીઓ, ૮ વેશ્યાગૃહો ચલાવનારા અને ૩ ભયંકર ગુનેગારો નીવેડેલા છે, જ્યારે નીતિમાન સ્ત્રીના ૪૯૬ વંશજોમાંથી ૨ દુરાચારી ને એક જદારૂડિયો નિવડયો. બાકીના ૪૯૩ વંશજો આરોગ્ય,પ્રતિષ્ઠાને નીતિમાન સજ્જનો છે.
સ્ત્રી – જાગૃતિ કે સ્ત્રી – સ્વતંત્રતાની સુધારક પ્રવૃત્તિના પરિણામે નિપજેલી સ્ત્રી – સ્વચ્છંદતા અને તેના કારણે થતી પ્રજાની અધોગતિ નિહાળી યુરોપ – અમેરિકાના વિચારકો બે વિભાગમાં વહેંચાઈ જાય છે. એક વર્ગ સ્ત્રી નામને જ ધિક્કારવા લાગ્યો છે. જ્યારે બીજો વર્ગ ભારતની પ્રાચીન અને પરંપરાગત પ્રથાનુસાર સ્ત્રીને પ્રેમાળ, પતિ ભકિતથી ઓતપ્રોત, ઘરગથ્થુ, લજ્જાળુ અને સંતાનશીલ બનાવવા માગે છે. એ બંને વર્ગના અભિપ્રાયો પર દૃષ્ટિપાત કરીએ.
વીક્ટર હ્યુગો કહે છે – ‘‘સ્ત્રી શયતાની રમકડું છે.’’ સેન્ટ બર્નાર્ડ કહે છે કે – “સ્ત્રી શયતાનનું મંદિર છે,” રૂસો કહે છે કે – “પુરુષ જે જાણે છે તે બોલે છે. સ્ત્રી તેને ફાવે તેમ બોલે છે” યુલેટ કહે છે કે – “મંદિરમાં ખૂબ જતી સ્ત્રીઓને શંકાની નજરે જોવાય છે. પણ સમુળગી ન જતી તો એથી પણ વિશેષ શંકાની નજરને પાત્ર હોય છે.’” કેમ્ફોર્ટ કહે છે કે – “પુરુષ સ્ત્રી વિશે ગમે તેવું અનુચિત ચિંતવે, પણ એવી એક પણ સ્ત્રી અસંભવિત છે કે જે પુરુષ વિષે એ કરતાં પણ વધારે અનુચિત ન ચિંતવતી હોય.” મીરાબો કહે છે કે – “પ્રેમ કરનારી વધારેમાં વધારે પવિત્ર સ્ત્રી વધુમાં વધુ વ્યભિચારિણી સંભવે.’ સેંટ
|| ૨૬૬।।