________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
પતિ માંદા મા-બાપની સેવામાં ધ્યાન આપે, તો પત્નીએ છૂટાછેડા લીધાના પ્રસંગો તો ત્યાં અનેક બન્યા છે.
કેટલીક સ્ત્રીઓ રૂપવાન પતિ સાથે પરણી, તેને રૂપવતી,વિલાસી ને ધનિક સ્ત્રીઓને ત્યાં ભાડે મૂકે છે. થોડાક મહિના અગાઉ લોસ એન્જલ્સના એક પતિએ પોતાની પત્ની સામે દોઢ લાખનો દાવો નોંધાવતા જણાવેલું કે, “મારી પત્નીએ મારી સાથે લગ્ન કર્યા પછી મને બીજી એક ધનિક સ્ત્રીને ત્યાં ત્રણ લાખ રૂપિયામાં ભાડે મૂકેલો, તો તેમાં મને પણ અડધો હિસ્સો મળવો જોઈએ.
ચાલુ યુદ્ધ દરમિયાન લ્યુસી નામની એક ફ્રેન્ચ યુવતીએ એક પછી એક ૭૫ સૈનિકો સાથે લગ્ન કરેલા અને થોડાક મહિના અગાઉ જ ફેન્ચ કોર્ટમાં પુરવાર થયું છે કે તે ૭૪ સૈનિકોની વિધવા તરીકે ૭૪ પેન્શન ખાઈ જતી હતી.
આ સામાજિક દશા સુધારવાને યુરોપ - અમેરિકાના કહેવાતા તત્ત્વજ્ઞાનીઓ વર્ષો થયાં યુરોપનું સમાજ - બંધારણ ભારતીય પ્રથાનુસાર ઘડવાનો ઉપદેશ આપી રહ્યા છે.
યુરોપની સામાજિક ભ્રષ્ટતાના એક મુખ્ય કારણ તરીકે ની પ્રેમ - લગ્નને ઓળખાવતો તે કહે છે કે “પ્રેમ કરતી વેળા નર-નારી અંધ બની જાય છે. એના પરિણામે લગ્ન યોજવા એ સમાજને અંધ બનાવવા જેવું છે. લગ્નમાં આરોગ્ય, જાતિ, વય ને ગુણ એ જ મહત્ત્વના અંગો છે. એને ગણતરીમાં રાખીને માતા - પિતાએ યોજેલા લગ્ન વધારે સફળ નીવડી શકે છે.
મિલ્ટનનારીના આભૂષણ તરીકે શીલ,લજ્જા અને રૂપને ઓળખાવે છે, શોપનહેર યુરોપીય સમાજની અને નારીની ઉન્નતિ માટે સમાજ બંધારણમાં નારીને હિંદી સમાજ બંધારણમાં નારીને જે સ્થાન છે, તે જ સ્થાનને અનુરૂપ સ્થાન આપવાની ભલામણ કરી છે.
|| ૨૦ ||