________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જોન કહે છે કે- “સ્ત્રીઓનો નિર્માતા બ્રહ્મદેવ નહિ પણ બ્રહ્મરાક્ષસ છે.” શોપનહેર કહે છે કે “સ્ત્રી પુરુષની સાત - સાત જન્મની દુશમન છે.” પ્લેટોએ પણ કહેવું છે કે - “સ્ત્રી એ જગતની આપત્તિ છે અને મનુષ્યોના બધા અપયશો ભેગા કરી પ્રભુએ સ્ત્રીનું નિર્માણ કર્યું છે.”
આરીતે પ્લેટોથી માંડીને શોપનહેર લગીના સંખ્યાબંધ મશહુર પાશ્ચાત્ય વિદ્વાનોએ નારીની સતત નિંદા કરી છે અને તેવો અભિપ્રાય ધરાવનારને માટે ત્યાંની સુધરેલી નારી જાતિએ તેમને પુરતા કારણો પણ આપેલાં છે. રોમની રાજવંશી રમણીઓ સ્વતંત્રતાનો લાભ લઈ એવી સ્વચ્છેદી બની ગયેલી કે અનાચારમાં તેઓ ગણિકાને અને ખૂનરેજીમાં લુંટારૂઓને પણ ટપી જવા લાગી.પતિનું ખૂન કરી પ્રેમિનેસિંહાસને ચડાવવાની ત્યાં પ્રથા થઈ પડી.એ વારસાના કેટલાક અંશો ફ્રાંસ અને ઈગ્લાંડની રાજરમણીઓમાં પણ ઉતરી આવ્યા.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીના પહેલા ચરણમાં યુરોપ - અમેરિકાની નારીએ સ્વચ્છંદતામાં માઝા મૂકી દીધેલી અઠવાડિયે-અઠવાડિયે પતિ બદલવા,સંતાનોને રાજ્યાશ્રયે છોડી દેવાં, જુદા જુદા નામ નીચે એક સાથે અનેક પતિ કરવા, લક્ષ્મીવંતોને ફસાવવાને રૂપનો દરેક પ્રકારે દુરૂપયોગ કરવાની ત્યાં ફેશન થઈ પડેલી. તેમાંના કેટલાક દૃષ્ટાંતો તો હાસ્ય પ્રેરે તેવા છે.
(૧) એક પત્નીને પતિના વસ્ત્રોમાં માંકડ - ચાંચડ ભરવાની, તેના બુટમાં અને બેગમાં ઉદરડા ને દેડકા ગોઠવવાની ટેવ પડી ગયેલી. પરિણામે તેને છૂટાછેડા આપ્યા.
(૨) એક પત્નીએ મરતી વખતે પોતાના ખાનગી મિલકતનું વીલ કરતાં તેમાં બે રૂપિયા પોતાના પતિને આપવાનું લખ્યું ને નીચે નોંધ કરી કે“આ રૂપિયાથી દોરડું ખરીદી તેની મદદથી ફાંસો ખાઈ રામશરણ થવાને માટે”
| રૂ૦૦||