________________
મેં વાંચ્યું તમે પણ વાંચો માંગતા વિલાસી લેખકો જ ત્યાંની નારીની પ્રશંસા કરે છે. બાકી વિચારક વર્ગ તો ત્યાંની નારીની અવદશા નિહાળી સૈકાઓ થયાં સમસ્ત નારી જાતિને જ ધિક્કારતો બની ગયો છે. હવે યુરોપના નામાંકિત વિચારકો પોતાના રાષ્ટ્રના વિકાસની ખાતર ત્યાંની નારીને પવિત્ર,પ્રેમાળ, ઘરગથ્થુ, ગુણવાન ને ધર્મિષ્ઠ બનાવવાને તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. જયારે હિન્દના પતનને ખાતર તેઓએ ભારતીય નારી વર્ગમાં જે ગુણો પરંપરાગત જળવાઈ રહ્યા છે. તેને તોડવાને વ્યવસ્થિત યોજનાઓ રચી છે. યુરોપ - અમેરિકાના નારી વર્ગમાં તેઓ જે અવગુણોને દૂર કરવા મથી રહ્યા છે, તેજ અવગુણોને સુધારાના નામે હિંદના નારી વર્ગમાં તેઓ દાખલ કરી દેવા માગે છે. પરિણામે શાળા – કોલેજના પાઠય પુસ્તકો એવી રીતે રચાય છે કે જાણે યુરોપની સ્વચ્છંદી સ્ત્રીઓ સાતમા સ્વર્ગમાં વસી રહી હોય!હિંદની ઉગતી પ્રજાના મન પર આ છાપ એવી સજ્જડ હોય છે કે, નિશાળોમાંથી જ તે સમાજ સુધારાની વાતો કરવા માંડે છે ને પરિણામે હિંદી સમાજ જીવનના બંધારણને ભયંકર નુકસાન પહોંચાડી ભારતીય નારીવર્ગને પતનની ખાઈમાં હડસેલી દે છે. આ વિગતો તાત્વિક અને સમાજશાસ્ત્ર વિષયક દલીલો કરતાં દૃષ્ટાંતોથી વધારે સમજાઈ શકે તેમ છે એટલે આપણે (૧) હિંદમાં આજે જે સુધારો થઈ રહ્યો છે, તે જ સુધારાના યુગમાં યુરોપ-અમેરિકાની નારી કેટલી હીન, ભ્રષ્ટ સમાજ શોષક અને આરોગ્યભક્ષક બની ગઈ હતી, તેમજ આજે પણ તેના કેટલા અવશેષો જળવાઈ રહ્યા છે. (૨) પરિણામે વિચારકો નારી વર્ગ પ્રત્યે કેટલી છૂણા ધરાવતા બન્યા અને (૩) યુરોપના આજના વિશિષ્ટ વિચારકો પોતાના નારી વર્ગને સુધારવાને કેવાં પગલાં લઈ રહ્યા છે તે વિચારી જોઈએ.
નીતિ અને સદાચાર પ્રત્યેની ઉપેક્ષા તથા લગ્નની યોગ્ય વ્યવસ્થાના અભાવે ઈગ્લાંડ અને સ્કોટલેન્ડમાં ૧૯૨૦-૨૫ ના અરસામાં પ્રતિ વર્ષે છ લાખ ઉપરાંત ગર્ભહત્યાઓ થતી હતી. આ હત્યાઓ અટકાવવાને ૧૯૨૬માં અનાચારના પરિણામે ગુપ્ત રીતે જન્મેલા સંતાનોને સંરક્ષણ નીચે લાવવાનો કાયદો પસાર કરવામાં આવેલો એ રીતે વાર્ષિક ૨0,000 લગભગ
| ૨૬૭ ||