________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
આપી. આ ઉપરાંત નીલ્ડનાં જીવનમાં ભાગ ભજવનાર કેટલીક વ્યકિતઓ વચ્ચે પણ થોડી – થોડી રકમ વહેંચી આપવામાં આવી.
વારસામાં ઉતરેલી કંજુસાઈ
કંજુસાઈ વારસામાં ઉતરે એવો કોઈ નિયમ નથી, છતાં કયારેક કયારેક કંજુસાઈ વારસામાં ઉતરતી હોવાનું પણ જોવામાં આવ્યું છે. પોતાની પાછળ આશરે ૨,૫૦,૦૦૦ પાઉન્ડ મૂકી જનાર સર હાર્વે એલ્વીન્ડ આનું એક સારૂં ઉદાહરણ પૂરૂં પાડે છે. સર હાર્વેએ નિયમ રાખ્યો હતો કે વર્ષ દરમિયાન ૧૦૦ પાઉન્ડથી વધુ ખરચ કરવો જ નહી. જ્યારે તે મરી ગયો ત્યારે તેનો વારસો તેની સાળીને મળ્યો. સાળી વળી સર હાર્વે કરતાં પણ કંજૂસ નીવડી. વારસાની મિલકત બમણી કરી નાખવાની ઈચ્છામાં ને ઈચ્છામાં તેણે પોતાની જાતને લગભગ ભૂખે જ મારી નાંખી. તેનો છોકરો વળી તે બાઈ કરતાં પણ કંજુસ નિવડયો, બીજા કશા પાછળ નહિ તો છેવટે ખાવા – પીવા પાછળ તો થોડો ખર્ચ કરવો જોઈએ, એ વાત પણ તેને ગળે ઉતરતી નહિ. એટલે જ્યાં ત્યાં મફતની પાર્ટીઓમાં કાંઈ ખાવાનું મળી જાય તેના ઉપર જ તે પોતાનો નિર્વાહ ચલાવતો. આમ એકંદરે તો અપૂરતા ખોરાકને લઈને તે ભૂખે મરવા લાગ્યો અને તેને મિત્રોએ મહામહેનતે તેની આ ખરાબ આદત છોડાવી.છતાં કંજૂસાઈ ભરી તેની બીજી આદતો તો ચાલુ જ રહી. ગમે તેવો વરસાદ પડતો હોય તો પણ ટાંગો કે ટેક્ષી ભાડે કરવાને બદલે, અથવા છત્રી કે રેઈનકોટનો ઉપયોગ કરવાને બદલે તે ભીંજાતો – ભીંજાતો વરસાદમાં પણ પગે ચાલીને જ માઈલોના માઈલ સુધી જાય અને પાછો ઘરે આવીને પણ રખે કોલસાનો ખર્ચ થઈ જાય એમ સમજીને ઠંડીમાં ધ્રુજતો બેસી રહે. એમ કહેવાય છે કે તે મર્યો ત્યારે પોતાની પાછળ ૧૦,૦૦,૦૦૦ પાઉન્ડ મૂકી ગયો હતો. સસ્તો મળતો હોય તો સડેલો ખોરાક પણ ખાવાનું તે પસંદ કરતો.
આજુબાજુના જગતમાં સહેજ પણ દૃષ્ટિ કરીએ તો આવા અનેક
|| ૨૬૬ ||