________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
આજે તો સ્ત્રી બધું ભૂલી જઈને પુરુષોની સાથે હરિફાઈ કરવાનાં સ્વપ્ના સેવવા લાગી છે. પરિણામેયુરોપ જેવા દેશોમાં વધારે સ્વતંત્રતા મળતાં જ તે સ્વચ્છંદી બની ગઈ છે.
આખરે એ પરિણામ આવી ગયું છે કે પરિવારનું સુખી સ્વપ્ન નષ્ટ થઈ ગયું છે. એક જરાકઝઘડો થતાં જ તે પુરુષને છુટાછેડાની બીક બતાવે છે.
આ સ્વતંત્રતાએ તેને સમજાવી દીધું કે પોતાના પતિથી જુદા રહીને નોકરી કરીને પોતાનું ગુજરાન કરવું ઘણું જ સરળ થઈ જશે અને પોતાના ભવિષ્યના વિચારો તો આવ્યા જ નહિ. ફરી વર્તમાનનું દિવાસ્વપ્ન તે જોવા
લાગી.
અત્યારે તેના મનમાં ફકત એવા વિચાર ઘુસી ગયા છે કે પોતે ઘણી જ હોંશિયાર છે. તેણે પુરુષોની વાત શા માટે સાંભળવી જોઈએ. પરણ્યા એટલે શું થઈ ગયું?શું પોતે પતિની ગુલામ છે?હવે તે પુરુષની દાસીના રૂપમાં તેનું કંઈ પણ કામ નહિ કરે !
પણ આ બધો તેનો ભ્રમ છે. પ્રાચીન શાસ્ત્રોમાં આનો ઘણો જ ઉલ્લેખ છે. આજના યુગ કરતાં તો તે જમાનામાં સ્ત્રીઓનો ઘણો જ અધિકાર હતો. પુરુષની તે સમોવડી રહેતી હતી, પુરુષ જેટલા જ તે અધિકાર ભોગવતી હતી. સ્ત્રીઓ પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી.
તે જમાનામાં તેને “અર્ધાગિની” કહેવામાં આવતી હતી. પુરુષ તેને દેવી, દેવાનુપ્રિયા કહીને બોલાવતો હતો. મહાભારતમાં “અર્ધભાર્યા મનુષ્યસ્ય” એટલે કે પુરુષનું અડધું અંગ કહેવાતું હતું. વેદોમાં “દંપતિ” કહેતા હતા જેનો અર્થઘરનો માલિક કહેવાય છે. પતિ-પત્ની સંબંધને તેઓ ફકત શરીરના સંબંધ નહિ પણ આત્માના સંબંધને ગણતા હતાં.
આજે જમાનો બદલાઈ ગયો છે. આજે પતિ-પત્નીનો સંબંધ એક સામાજિક સંબંધ થઈ ગયો છે જેને ગમે ત્યારે તોડી શકાય છે. આજ સ્ત્રીઓને ઓફિસમાં કામ કરવાનો અધિકાર ખૂબ જ વિકૃત રીતે અપાઈ રહ્યો છે. પણ
|| ૨૬ર ||