________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આ તો જુદું જ થઈ ગયું છે. સ્ત્રી જેવું શિક્ષણ પૂરું કરે છે કે તરત જ નોકરી શોધીને ફાઈલોને આમથી તેમ ઉથલાવવા માંડે છે. તેણે પુરુષોની હરિફાઈ કરવા માંડી છે. તે પોતાના પારિવારિક કર્તવ્યોને સંપૂર્ણ પણે ભૂલી ગઈ છે.
મારી એક બહેનપણી જે સરકારી ઓફિસમાં કલાર્ક છે તેને મેં પૂછયું કે, “પરિવાર માટે સ્ત્રીનું કર્તવ્ય શું? જો બધી સ્ત્રીઓ આવી જ રીતે ભણીને નોકરી કરશે તો ઘરની સંભાળ કોણ રાખશે? બાળકોની દેખરેખ અને જમવાની વ્યવસ્થાનું શું?”
તેણે મને તરત જવાબ આપ્યો.
“મેંતો એવું કર્યું છે કે રસોઈ માટે એક નોકર રાખી લીધો છે. તેમનું ટીફીન રોજ તેમની ઓફિસે બીજો એક માણસ આપી આવે છેત્યાર પછી તે નોકર બાઈ ઘરના માણસની માફક જ ઘરનો ખ્યાલ રાખે છે. બાળકોની પૂરેપૂરી સંભાળ રાખે છે.”
મેં એને આગળ કંઈ પૂછયું જ નહિપણ હવે જો એને કોઈ પૂછે કે
આખો દિવસ તમે અને તમારો પતિ ઓફિસમાં કામ કરીને જ્યારે ઘેર આવો છો ત્યારે થાકેલા નથી હોતા?ત્યારે શું તમારોનોકર તમારી પ્રેમથી સેવા કરે છે? જ્યારે તમે ઘરમાં જાવ છો ત્યારે તમારા બાળકો કેટલા પ્રેમથી દોડીને તમારી પાસે આવે છે?તે વખતે તમે કંટાળેલા તેમને પ્રેમ કરો છો? ત્યારે તો તમે તેને દૂર ખસેડી મુકો છો.જરાવિચારકરો કે તમારા નાના-નાના બાળકો આખો દિવસ માની યાદમાં તડપતા હોય છે, તમારા ખોળામાં રમવા માટે અધીરા બની જાય છે. જયારે બીજાની માના ખોળામાં તેમના બાળકોને રમતા જોઈને તેમના મનમાં શું થતું હશે?તેની કલ્પના તમે કરી છે? તમને તો ફક્ત તમારી ઓફિસની ફાઈલોમાં વધારે પ્રેમ છે. જે તમને દર મહિને પૈસા આપે છે. જે તમને હોટલોમાં રોમાન્સ કરવા માટે છૂટ આપે છે. તમારા બાળકોનાં માટે તમારા હૃયમાં જરા પણ લાગણી નથી? જે તમારા જીવનની પૂંજી છે. જેમાં તમારું લોહીસિચાયું છે. જે તમારા દ્ધયનો ટુકડો છે. તમારા પતિની પણ
|| ૨૬૪ ||