________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આપણા વેદો, પુરાણો, ઉપનિષદો અને મહાભારત વગેરે અને શાસ્ત્રોમાં સંસ્કારિક શિક્ષિત સ્ત્રીઓનાં ઘણાં દાખલાઓ મળી આવશે.
વિદ્વાન સ્ત્રીઓઃ
ચંદનબાળા, બ્રાહ્મી, સુંદરી આદિ અનેક સાધ્ધિયોએ અગ્યાર અંગનું અધ્યયન કરી કેવળજ્ઞાન મેળવી મોક્ષે ગઈ છે.
શ્વેદમાં ઋષિ ગોધા, ઘોષા, વિશ્વપરા, અપાલા, ઉપનિષા, નિપ્પત અને રોમશા,લોપામુદ્રા, સરસ્વતી, સૂર્યા, સાવિત્રી વગેરે ઘણી વિદ્વાન સ્ત્રીઓનો ઉલ્લેખ જોવા મળશે.
બૃહદારણ્યક ઉપનિષદમાં રાજા જનકના દરબારમાં ગાર્ગીએ મહર્ષિ યાજ્ઞવલક્યને બ્રહ્મવિદ્યા વિષે એવા પ્રશ્નો પૂછયા કે મહર્ષિ જવાબ આપી શકયા નહિ. એના જ્ઞાન આગળ નમી પડયા.
જ્યારે શંકરાચાર્યે મંડનમિશ્રને હરાવી દીધા ત્યારે તેમની પત્ની ભારતીએ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેમાં શંકરાચાર્ય હારી ગયા. જ્ઞાનની કોઈ સીમા નથી કે જે ફક્ત પુરુષો જ પ્રાપ્ત કરી શકે સ્ત્રીઓએ પણ તેમાં ઘણો ભાગ ભજવ્યો છે.
ગઈ કાલના યુગની નારી ને જોઈ! હવે આજના આધુનિક યુગની નારીને જોઈએ.
આજની આધુનિક નારીએ શિક્ષણ અને અધિકારોનો જેવો જોઈએ તેવો લાભ ઉઠાવ્યો નથી.
આજની સ્ત્રીએ પોતાના શિક્ષણને જુદી જ દૃષ્ટિએ જોયું છે.
આજની ભણેલી સ્ત્રીઓની પાસે કોઈ પણ સભ્યદેશ એવી જ આશા રાખે કે તે એક ઉચ્ચ આદર્શવાળી સંસ્કારિક ગૃહિણી બનશે, પોતાના બાળકોને સાચા આદર્શવાદી નાગરિક બનાવવાનો પ્રયત્ન કરશે, અને પતિની સહયોગિની બનીને તેના સંસારને સ્વર્ગમય બનાવશે.
| |/ ર૬૨ ||