________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
નોકરી કરતી સ્ત્રી સમાજ અને કુટુંબને શું ઉપકારક છે ?
-સં. કુ.પ્રજ્ઞાબહેન શેઠ. એક વિચારણા:
એકદિવસહુ મારી બહેનપણીને મળવા માટે એક મોટી ઓફિસમાં ગઈ. મેં ત્યાં જઈને જોયું તો કેટલીક સ્ત્રી કર્મચારીઓ એક જગ્યાએ ભેગી મળીને ગપ્પાં મારી રહી હતી.
હું ત્યાંથી જરા આગળ ગઈ ત્યારે ત્યાંના “સેક્સન” નો એક અધિકારી એક પુરુષ કર્મચારીને લડતો હતો. તે ફકત એટલા માટે જ કે તે કર્મચારી ફકત દસ મિનિટ માટે ચા પીવા બહાર ગયો હતો.
સ્ત્રી-પુરુષના સમાન અધિકારોના લીધે સ્ત્રીઓને પણ સરકારી ઓફિસોમાં કામ કરવાનો અધિકાર મળી ગયો.
આ અધિકાર આપવાનું લક્ષ્ય એ હતું કે સ્ત્રીઓ પણ રાષ્ટ્રનિર્માણના કામમાં સાથ આપે તે લોકો એવા કાર્યમાં સાથ આપે કે જેમાં સમાજનું હિત હોય, તેમના વ્યકિતત્વનો વિકાસ થાય, ભાવિ સંતાનોનું જીવન સંસ્કારિક બને, આવું માનીને અનેક મહિલા સંગઠનોનું નિર્માણ થયું.
સ્ત્રીઓનાં માટે ફી વિનાનું ભણતર,ખાનગી શિક્ષણ, સ્કોલરશીપની વ્યવસ્થા વગેરે કરવામાં આવ્યું. આના લીધે સ્ત્રીઓમાં ચેતન આવ્યું અને જિંદગી શું છે તે સમજતી થઈ ગઈ.
આનાથી એવું સમજતા કે સ્ત્રીઓના શિક્ષણની વ્યવસ્થા અત્યારના જમાનામાં જ થઈ છે.
પ્રાચીન સમયમાં પણ ભારતની સ્ત્રીઓ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ લઈને પોતાના જ્ઞાનને ઘણું જ વધાર્યુંહતું.
| ૨૬૧ ||