________________
મેં વાંચ્યું તમે પણ વાંચો વધુ ઉગ્ર બનાવીને આર્થિક આફતનો બદલો વાળી લેવાનો વિચાર કર્યો. હવે ચોકલેટ અને ફળોને રોજ-રોજ ખરીદવાને બદલે માત્ર એકાંતરે જખરીદતો. પોષાકનો કે બીજો કોઈ ખર્ચ તો તેને હતો જ નહિ, છતાં જે કાંઈ ઘટી શકે તે બધો જ ખર્ચતેણે ઘટાડી નાંખ્યો.જ્યારે તે અવસાન પામ્યો ત્યારે તેણે પોતાનો જુનો સુટ પહેર્યો હતો. એ જ સૂટ તે ૫૦ વરસથી વાપરતો આવ્યો હતો. પોતાની મિલકત જિંદગી દરમિયાન તો તેને બિલકુલ ખપમાં આવી ન હતી. જિંદગી બાદ એ મિલકતમાંથી એક ધર્માદાનું ટ્રસ્ટ ઉભું કરવામાં આવ્યું. એ રીતે એની જંગી મિલકતનો નિકાલ આવ્યો.
કરોડોનો વારસો મૂકી ગયો
આવી ભયંકર કંજુસાઈ જન્મવાનું કારણ શું? કારણ કોઈ કહી શકે તેમ નથી. કેમકે તે સ્વભાવગત બાબત હોય છે. પણ કયારેક એવું પણ જોવામાં આવ્યું છે કે જીવનમાં એકાદો અસાધારણ આંચકો લાગતાં માનવીની દૃષ્ટિ અને તેનું ચારિત્ર્યબધું જ ફરી જાય છે. રોબર્ટઆર્થિગ્ટન નામના વિશ્વના એક બીજા નામચીન કંજુસની બાબતમાં આવું જ કંઈક બન્યું હોવાનું કહેવાય છે. તે એક મહાન માનસિક આંચકાને કારણે ઉગ્ર કંજુસબની ગયો હતો. તે પ્રેમમાં નિષ્ફળ ગયો ત્યારથી તેના જીવનમાં એકદમ પરિવર્તન થઈ ગયું. તેણે પોતાના બધા નોકરોને નિવૃત્તિ આપી દીધી અને જાણે જીવનમાં કોઈ રસ રહ્યો ન હોય તેમ એક જ નાના ઓરડામાં તે રહેવા લાગ્યો. તે ઘરની બહાર પણ ભાગ્યેજ નીકળતો.એટલે તેને નવાં કે સારાં કપડાં ખરીદવાનું કેશીવડાવવાનું તેણે બંધ કર્યું અને પોતાનાં જૂનાં-જૂનાં કપડાં પહેરવા લાગ્યો. પોતાનાં બધાં કપડાં ખૂટી ગયા ત્યારે તે પોતાના પિતાનાં જૂના કપડાં ચડાવવા લાગ્યો. બહાર ફરવા જવાનું તો હવે તેને રહ્યું જ નહતું.એટલે તે માટે કંઈ ખરચ કરવા જેવું નહતું. મોજશોખ કોઈ રહ્યો નહોતો એટલે એ રીતે પણ ખર્ચથતો નહિ ખાવાનું પણ તેણે સાદું કરી નાખ્યું હતું અને તેનો ખર્ચ પણ ખૂબ જ ઘટાડી નાખ્યો હતો.
|| ૨૬ |