________________
મેં વાંચ્યું તમે પણ વાંચો મિલકત વારસામાંથી મળેલી, અને તે મિલ્કતમાંથી થતી આવકમાંથી એક પાઈનો પણ ખર્ચ કર્યા વિનાએ આવકને વારસાગત મિલ્કતમાં તે ઉમેરતી જતી અને એ રીતે તેણે વારસાની મિલ્કત કરતાં ૨૦ગણી મિલ્કત જમા કરી હતી. અને આ કંજુસ બાઈની વિચિત્રતાઓ પણ જાણવા જેવી છે. શિયાળામાં લાગતી ઠંડીથી બચવા ગરમ કપડાં ખરીદવાને બદલે તે પોતાના જરીપુરાણા કપડાંની અંદરના ભાગમાં છાપાં રાખીને ટાઢનેનિવારતી, કપડાં ધોવામાં સાબુ પણ નબગડે એ માટે પોતાના સ્કર્ટના માત્ર તે છેડાઓજ ધોતી અને અન્નપૂર્ણા જેવી એક સંસ્થામાંથી સસ્તા ભાવે ખોરાક મળતો હોવાથી, પોતાનો ખોરાક ત્યાંજ ખરીદી લેતી. આ સ્ત્રીને એક રેલ્વેમાં થોડો હિસ્સો હતો એટલે એક પાદરીએ જઈને તેની પાસે રેલ્વેના ફી પાસની માંગણી કરી. તેણે આ કંજુસ સ્ત્રીને સમજાવ્યું કે જો હું રેલ્વે દ્વારા જુદે જુદે સ્થળે જઈને ઉપદેશ આપી શકીશ તો તેનું પુણ્ય હેટીગ્રીનને મળશે,છતાં હેટીગ્રીનને ગળે આ વાત ઉતરી નહિ, અને આ પ્રકારે મફત વસ્તુ લેવાની વિરૂદ્ધ બાઈબલમાંથી એક ફકરો વાંચી પાદરીને ભગાડી મૂકયો. પોતાની સમગ્ર જિંદગી દરમિયાન હટી ગ્રીને આ પ્રકારનું જ કંજુસાઈ ભરેલું જીવન વીતાવ્યું હતું.
લક્ષાધિપતિ મયૂસ રસેલસેજ નામનો લક્ષાધિપતિ પણ આવો જ એક કંજુસહતો. નગદ ૨,00,00,000 પાઉન્ડ જેટલી તેની મિલ્કત હતી છતાં એકદમડી વાપરતાં તેનો જીવ કપાઈ જતો. વર્ષો અગાઉ પોતે યુવાન હતો ત્યારે તેણે જે એક સૂટ ખરીદેલો, તે પોષાકનો રંગ તદન ઉખડી ગયો હોવા છતાં એ સૂટ એ જ તેનો પોષાક હતો. તૈમુરલંગના સમયનો કોઈ ઐતિહાસિક અવશેષ હોય એવી કાળજીથી એ પોતાના સૂટને જાળવી રાખતો. આમ પોષાક પાછળ તો તેને ભાગ્યે જ કંઈ ખર્ચ કરવાનો રહેતો પણ ખોરાક પાછળ પણ ખર્ચન વધી જાય તે માટે તેણે અમુકયુકિતઓ શોધી કાઢી હતી. સવારના નાસ્તા માટે ચોકલેટ
| ૨c૪ ||