________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
ભંડરિયામાં ભરાઈ રહેતો કંજુસ :
વીલીયમ ડેન્યન નામનો એક કંજુસ તેની કંજુસાઈ માટે ખૂબ જાણીતો થયો છે. તેની પાસે કેટલો પૈસો છે તેની તેના પાડોશીઓ સુદ્ધાંને ખબર પડતી નહિ. એટલું જ નહિ પણ પાડોશીઓ તો તેને બિચારો ભૂખે મરતો કોઈ માનવી છે એમ જાણીને અવાર - નવાર પોતાનું વધ્યું - ઘટયું જમણ તેને આપી આવતાં. ડેન્યનની કંજુસાઈ એટલી તો ઉગ્ર હતી કે તેને આખરે આ રીતે પ્રાપ્ત થતા બીજાઓના ખોરાક ઉપર પોતાનો નિભાવ કરવાની એક આદત પડી ગએલી. અને એક પણ દમડી વાપરવી એ તેને મોટી કષ્ટદાયક ઘટના લાગતી. રહેવા માટે તેને એક મોટો ફલેટ હતો, પણ તે સમગ્ર ફલેટનો ઉપયોગ કરવાને બદલે તેમાંના એક અંધારિયા ભંડારિયામાં ભરાઈને રહેતો. તેનો પહેરવેશ ચિંથરેહાલ જેવો હતો. તેને જોતાં કોઈને પણ થાય કે તે ભૂખે મરતો ભિખારી હોવો જોઈએ. જો કે તે ભિક્ષા માગતો નહી, પણ બીજાએ આપેલો વધ્યો ઘટયો ખોરાક ખાવામાં એને કશું અજુગતું લાગતું નહિ. આવી વિચિત્રતા ધરાવતો કંજુસ જ્યારે મરણ પામ્યો ત્યારે તેની પાસેથી ૫૦,૦૦,૦૦૦ પાઉન્ડની નગદ રકમ પ્રાપ્ત થઈ !બિચારા ડેન્ચનનો કોઈ વારસદાર પણ ન હતો એટલે જીવની જેમ જાળવેલી એ પચ્ચાસ લાખ પાઉન્ડની બધી રકમ સરકારી તીજોરીમાં ચાલી ગઈ !
જો કે આપણને એ હકીકત આશ્ચર્યજનક લાગે છે, છતાં ઘણા માનવીઓનો સ્વભાવ જ એવો હોય કે જેમ વધારે પૈસા તેમની પાસે આવે તેમ તેઓ વધુ કંજુસ બને છે. અને પછી તો એકાદ દમડીનો વ્યય પણ તેમને કષ્ટદાયક લાગે છે.
Wo
કંજુસ સ્ત્રી
હેટી ગ્રીન નામની એક બ્રિટીશ સ્ત્રી પણ તેની ભયંકર કંજુસાઈ માટે નામચીન થઈ છે. એમ કહેવાય છે કે તેને આશરે ૧૦,૦૦,૦૦૦ પાઉન્ડની
|| ૨૬૩ ||