________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
આ વખતે મેની સખત ગરમીમાં કાલાહાંડી જિલ્લાનું એક સર્વેક્ષણ કરવામાં આવ્યું, તો ચોંકાવનારી વિગતો મળી.આ દિવસોમાં ગામડાના ગામડા બાજુની પહાડીઓમાં પહોંચી જાય છે. કારણ કે ત્યાં ખાવા માટે ઝાડીઓના પાંદડા તો સહેલાઈથી મળે !એમાં ઘણી ઝેરી વનસ્પતિઓ પણ હોય છે, પણ એનીય પરવા કર્યા વિના ગામના ગામ ખાલી કરીને લોકો આવી પહાડીમાં જઈને દિવસોના દિવસો ખેંચી કાઢે છે. આ જિલ્લો કુદરતના કોપનો તો ભોગ બન્યો જ છે. તદુપરાંત બીજી બાજુ શાસકીય તુમાખીઓ, અન્યાયભરી અવ્યવસ્થાઓ અને સો મણ તેલે અંધારા જેવી અવદશાઓનોય પૂરેપૂરો ભોગ બન્યો છે. જેથી આવી પ્રજાના ઉદ્ધાર (?)માટે કરોડોની યોજનાઓ પ્રસ્તાવિત થવા છતાં એ રૂપિયાને કયાંથી પગ આવી જાય છે અને એ કયાં અદૃશ્ય બની જાય છે, એ પ્રજા જાણી શકતી નથી !
-
અહિંસાના સંદેશની ઉદ્ગમ – ભૂમિ ગણાતી બિહારની ધરતી આજે પૈસાના લોભે “બાળ – ખોપરી’’ જેવા નિષ્ઠુર – વેપારની હાટ માંડીને બેઠી છે અને ઓરિસ્સાના અનેક ગામડાઓની પ્રજાને પેટ ભરવા માટે થોડાક દમડાની લાલચ, સગા – સંતાનોય વેચવાની ફરજ પાડતી હોય છે. દેશમાં હિંસા જે રીતે હરણફાળ ભરી રહી છે, એનું એક કરૂણાતિકરૂણ ચિત્ર શિશુઓના શિરની આ દર્દીલી – દાસ્તાનમાંથી નથી ઉપસી આવતુંશું?હિન્દી દૈનિક‘ભાસ્કર”ના ૨૫ જુલાઈ ૧૯૮૫ના અંકમાં આનો સચિત્ર અને સવિસ્તર અહેવાલ જાણે લોહીમાં લેખિની બોળીને આલેખાયો છે. અહીં તો એનું આંશિક પ્રતિબિંબ જ ઝીલવાનો પ્રયાસ થયો છે. આવી હિંસાને કોણ નાથશે ? આવી હિંસાની હુતાશનીમાં જાણ્યે – અજાણ્યે પેટ્રોલ બની જતી એ દયનીય – ગરીબીના ભડકાને ઓલવવા દયાની કોઈ મેઘમાળા બાથ ભીડશે ખરી ?
વર્તમાનમાં તો આનાથીય વધારે કરુણ ઘટનાઓ બની રહી છે.
કલ્યાણ ૧૯૮૫
letes
|| ૨૬ ||