________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ખરીદતો, પણ તે માટે દરેક દુકાને ઘુમી વળતો અને જ્યાં માલ સૂર્ય પ્રકાશથી સહેજ પીગળતો હોય ત્યાં લમણાઝીક કરીને થોડી ઘણી પણ કિંમત ઓછી કરાવતો અને જ્યાં કિંમત ઓછી કરાવી શકાય તેમ હોય ત્યાંથી જ તે પોતાની ખરીદીઓ કરતો.બપોરે ભોજન માટે તે ત્રણ આનાની કિંમતનું સેન્ડવીચ અને કેટલાક ફળો ખરીદતો, પણ તેણે જોઈ લીધું હતું કે વધુ પડતાં પાકી ગયેલાં ફળો સસ્તાં મળે છે. એટલે ખાસ એવા – એવા ફળો જ તે શોધવા જતો. એક બુટ્ટી ડોશી આવાં ફળો વેચતી એટલે મોટે ભાગે ત્યાંથી સસ્તે ભાવે તેને ફળો મળી રહેતાં.
એક દિવસ એવું બન્યું કે તેણે પોતાના નોકરને બપોરે સેન્ડવીચ લેવા મોકલ્યો અને નોકર સારૂં સેન્ડવીચ ૩ આનાને બદલે ૬ આનાની કિંમતનું લઈ આવ્યો. આવો પૈસાનો દુર્વ્યય જોઈને રસેલ સેજના સ્ક્રયમાં શું શું થયું હશે તેની કલ્પના જ કરવી રહી. તેણે તરત જ નોકરને કરકસર વિષે એક મોટું વ્યાખ્યાન કહી સંભળાવ્યું. તેથી પણ સંતોષ ન થતાં છેવટે નોકરના પગારમાંથી ૩ આના કાપી લીધા.
તેના જીવનની વિચિત્રતાઓ રસેલ સેજની ઓફિસમાં પણ એવી જ કંજુસાઈનાં દર્શન થતાં. ઓફીસની દિવાલો ઉપર કદી રંગ ચૂનો કરવામાં આવતો નહીં. ઓફીસની ભોંય ઉપર કારપેટ કે બિછાનું પણ પાથરવામાં આવતું નહિ. ઓફીસમાં ખુરસીઓ ઉધઈ લાગીને જરી પુરાણી થઈ ગઈ હતી.
રસેલ સેજની કેટલીક મુડી શેરોમાં રોકવામાં આવી હતી. જો કે તે શેરોનો સટ્ટો તો નહોતો કરતો, પણ શેર બજારમાં આવેલી વ્યાપક મંદીને કારણે તેને આશરે ૧૫,૦૦,૦૦૦ પાઉન્ડની એકસામટી ખોટ ગઈ. જો કે એ વેળા તેની કુલ મિલ્કત આશરે ૩,00,00,000 પાઉન્ડની હતી, છતાં આ આર્થિક આફતથી તેનું મગજ એવું તોહચમચી ગયું કે તેણે પોતાની કંજુસાઈને
||
૨
||