________________
મેં વાંચ્યું તમે પણ વાંચો દુનિયાના સૌથી અજબ કંજુસ - શ્રીમંતો અને તેમનાં જીવનના વિચિત્ર પ્રસંગો
જૈનશાસ્ત્રોમાં મમ્મણ શેઠ જેવા કંજૂસોનીવાતો આવે છે. જે પુણ્યોદયે મેળવેલી સંપત્તિનોનસવ્યય કરી શકે, નસ્વયં ભોગવી શકે, પણ તેને એમ ને એમ સાચવી તેની ગુલામી કરી છેવટે ખાલી હાથે પાછા જાય. ખરેખર મેળવવાનું પુણ્ય જુદું છે, ભોગવવાનું પુણ્ય જુદું છે, અને ત્યાગના પુણ્યની તો બલિહારી છે. દુનિયામાં મમ્મણ શેઠને પણ ટપી જાય તેવા લક્ષ્મીના ગુલામ કંજુસ શ્રીમંતો થયા છે, તેની માહિતી આપતો આ રસપ્રદ લેખ વાચકો માટે અહિ રજૂ કરેલ છે. આના પરથી એટલો સાર નીકળે છે કે, જે કાંઈ મળ્યું છે, તેનો સદુપયોગ કરવામાં વિવેકી માનવોએ અવશ્ય શકય કરવું.
જગતમાં સાચી રીતે મોટા પ્રમાણમાં પૈસા મેળવવા મુશ્કેલ છે, પણ તેથી વધુ મુશ્કેલ, મેળવેલા પૈસાને સાચવવાનું કાર્ય છે. પોતાના બાપ-દાદાની લાખ્ખોની મિલ્કત શેર - સટ્ટા કે રેસ જુગારમાં ઉડાવી દઈને ગણતરીના વર્ષોમાં જ પાયમાલ થઈ ગયેલા કમનસીબ લોકોને આપણે જાણીએ છીએ ત્યારે આ વિધાનની ખાતરી થાય છે. હાથમાંના પૈસા સાચવીને કરકસરથી વાપરવાની આવડતને અભાવે જેમ આવા લોકો હદ ઉપરાંતની કરકસર - કંજુસાઈથી દુઃખી થાય છે. તેવા લોકો બિનજરૂરી તો શું પણ જરૂરી ખર્ચપણ કરી શકતા નથી. આવા લોકો છતે પૈસે ખાવા-પીવા,પહેરવા-ઓઢવા વગેરે બાબતોમાં જાણે પોતે નિધન હોય તેવું જ જીવન ગાળતા હોય છે અને એટલે હાથે કરીને દુઃખો અનુભવતા હોય છે અને મુશ્કેલીઓ વેઠતા હોય છે. તેમનું અઢળક ધન તેમના કામમાં આવતું નથી પણ તેમનાં મરણ બાદ બીજાઓના હાથમાં જઈ પડે છે. આપણે ત્યાં મેલાઘેલા દરિદ્રી જણાતા, પણ લાખોની મિલ્કત ધરાવતા કેટલાક કંજુસોના ઉદાહરણો જાણીતાં છે. તેમને જોઈએ તો કલ્પના પણ આવે નહિ કે તેમની પાસે લાખો રૂપીઆની મિલ્કતો હશે. આ પ્રકારના કંજુસો બધા જ દેશોમાં જોવા મળે છે અને તેમાંથી અનેક કંજુસો તો એક કે બીજા કારણસર યાદગાર પણ બન્યા છે.
|| ૨૨ ||