________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ૭ વર્ષ લાગે છે.
કાલુમાછલીઓ અત્યંત સંવેદનશીલ હોવાથી તેને કઠણ કણથી ઘણી પીડા થાય છે. અલંકાર, શોભા, શોખ અને ફેશનની વસ્તુ તરીકે આ માછલીઓ પાસે મોતી એટલે કે કલ્ચર્ડમોતી પેદા કરાવવા માટે તેઓને લાંબા સમય સુધી તીવ્ર પીડા આપવામાં આવે છે. તે માનવતાની દૃષ્ટિએ પણ યોગ્ય નથી. કલ્યાણ સપ્ટેમ્બર ૧૯૭૮ (મુંબઈ સમાચારના સૌજન્યથી)
અવસાન અંગેના વિચિત્ર રિવાજ
સ્પેન દેશમાં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં અવસાન પામેલા પૂર્વજોનાં ફોટા મૂકીને એની ચારેબાજુ ફૂલો ગોઠવવામાં આવે છે. પછી ખૂબ નાચ ગાન કરવામાં આવે છે. ચોવીસ કલાક પછી મરનારની અથી સજાવીને કાઢવામાં આવે છે. નદીકિનારે જઈને અથમાંથી પૂર્વજોના ફોટા કાઢીને નદીમાં વહેતા મૂકી દેવામાં આવે છે. ત્યાંના લોકો માને છે કે આમ કરવાથી પૂર્વજોનો આત્મા ભટકતો નથી.
જાપાનમાં અવસાન પામેલા પૂર્વજોના આત્માની શાંતિ માટે મરનારની કબર ઉપર ફાનસ સળગાવીને મૂકવામાં આવે છે.
થાઈલેન્ડના આદિવાસીઓમાં પૂર્વજોના આત્માની શાંતિ માટે એમના વારસદાર પૂનમની રાત્રે ચાંદનીના અજવાળામાં હાથી ઉપર બેસીને સરઘસ કાઢે છે. સરઘસમાં આવનારા લોકોને મરનાર પૂર્વજોની મનપસંદ ચીજો લૂંટાવવામાં આવે છે.
- રોમમાં મરનાર પૂર્વજનો ફોટો સજાવીને એની ચારેબાજુ અત્તર છાંટવામાં આવે છે અને દારૂ ઢોળવામાં આવે છે. અહીંના લોકો માને છે કે મરનારનો આત્મા અત્તરની સુગંધથી ખેંચાઈ આવે છે અને દારૂ પીને
| ૨૭૬ ||