________________
મેં વાંચ્યું તમે પણ વાંચો છીપની વચ્ચે કોઈ બહારની રેતીના કણના જેવી કઠણ વસ્તુ ભરાઈ જાય છે તો માછલીને તે ખૂંચે છે અને પીડા થાય છે. આ પીડાનું નિવારણ કરવા માટે માછલી આવા કઠણ કણની આસપાસ લગભગ તેની છીપના જેવો જ પદાર્થ પોતાના શરીરમાંથી ઝરપાવે છે જે સુંવાળા પદાર્થ કણની આસપાસ સંપૂર્ણ રીતે જામી જાય છે અને એ રીતે એક હાથ પર માછલીની પીડા દૂર થાય છે અને બીજા હાથ પર એક સુંદર મોતી સર્જાય છે. કારણ કે પીડા કરતા કઠણ વસ્તુ આસપાસ ઝરપીને ગોળાકારમાં જામતો પદાર્થ એજ મોતી છે. કાલુ માછલીની પીડા જેટલી તીવ્ર હોય અને જેટલા લાંબા સમય સુધી ચાલે તેટલા પ્રમાણમાં તેના શરીરમાંથી વધુ પદાર્થ ઝરે છે અને વધુ મોટું મોતી બંધાય છે.
કાલુ માછલીની છીપ અને છીપની સાથે જોડાયેલા શરીરના ભાગની વચ્ચે ઉપર જણાવ્યા મુજબ કોઈ બહારનો રેતી જેવો કઠણ કણ ધૂમવાનો બનાવ કવચિત જ કોઈક જ કાલુ માછલીના સંબંધમાં બને છે અને તેથી એવા કઠણ ખૂંચતા અને અત્યંત પીડાકારક કણની સામેની કાલુ માછલીના શરીરની પ્રતિક્રિયાના પરિણામે છીપમાં મોતી બંધાવાનો બનાવ પણ કોઈક જ કાલુ માછલીના સંબંધમાં બને છે. આમ કુદરતી સંજોગોમાં લાખો કાલુ માછલીઓમાંથી એકાદ જ કાલુ માછલીની છીપમાં મોતી હોય છે. આથી સમુદ્રના તળિયે જે સ્થળે કાલુ માછલીઓનું મોટું “ક્ષેત્ર” હોય છે. ત્યાં ડૂબકી મારનારા મરજીવાઓ ટોપલાઓ ભરીને કાલુ માછલીઓ એકઠી કરતા હોય છે. તો પણ જ્યારે તે માછલીઓની છીપો ઉઘાડીને જોવામાં આવે છે, ત્યારે કોઈક જ છીપમાંથી મોતી મળે છે અને બાકીની બધી કાલુ માછલીઓનો, તેઓની છીપો ઉઘાડી નાખવાથી, નિરર્થક નાશ થાય છે.
,,
આમ કુદરતી સંજોગો પર આધાર રાખવામાં આવે તો મોતી એ અત્યંત વિરલ વસ્તુ બની રહે છે.
આવી સ્થિતિ હજારો વર્ષ સુધી રહ્યા પછી, જ્યારે કાલુ માછલી કયા કારણસર અને કેવી રીતે મોતી પેદા કરે છે. તે જ્યારે માનવીને આધુનિક
|| ૨૭૪ ||