________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પડે છે. તેનું લોહી પણ ગરમ હોય છે.
વ્હેલ માછલી મોટા ભાગે પૃથ્વીના ઉત્તરના અને દક્ષિણના શીત કટિબંધોના સમુદ્રોમાં થાય છે તેના શિકાર માટે ખાસ સાધનો ધરાવતાં જહાજોમાં શિકારીઓ જાય છે.
છેલ જહાજની નજીક જોવામાં આવતાં તેના પર દારૂગોળો ધરાવતું ભાલોડિયું ફેંકવામાં આવે છે આ ભાલોડિયાથી ઘાયલ થયેથી વહેલ પાણીમાં ઝડપથી નાસે છે. પરંતુ ભાલોડિયું તેના પેટમાં ભયંકર પીડા પેદા કરતું હોય છે. દારૂગોળો એટલાજ પ્રમાણમાં વાપરવામાં આવેલો હોય છે કે જેનાથી વ્હેલનું મરણ નીપજે પરંતુ તેના શરીરમાંથી કીંમતી અવયવો અને પદાર્થોનો નાશ ન થાય.
આમવ્હેલ સામાન્ય રીતે એક કલાકથી વધુ સમય સુધી પીડાયા પછી મરણ પામે છે. અનેક વાર વ્હેલ મોતની સામે કલાકો સુધી ઝઝૂમે છે. આવી રીતે શિકાર બનતી હેલમાંથી ગર્ભવતી વ્હેલનો પણ સમાવેશ થાય છે. તેને પેટમાં દારૂગોળો ફુટવાથી અત્યંત વેદના થાય છે.
આવી પીડાકારક રીતે હેલનું મરણ નિપજાવ્યા પછી તેના શરીરમાંથી જે પદાર્થો મળે છે. તેમાં “અંબરગ્રિસ”નો સમાવેશ થાય છે. તેનાં શરીરમાંથી મળતાં ચરબી અને તેલનો સાબુ જેવાં સૌંદર્યના સાધનો બનાવવા માટે ઉપયોગ થાય છે. દુનિયાભરમાં દર વર્ષે૫૦ હજાર વ્હેલનો સંહાર થાય
છે.
મોતી ખારા સમુદ્રમાંની કાલુ માછલીની છીપમાં પેદા થાય છે. કાલુ માછલીનું શરીર તેની ઉપરની છીપ અને નીચેની છીપ એમ બે છીપોની વચ્ચે સંપૂર્ણ રીતે રસાયેલું હોય છે. બલ્ક કાલુ માછલી આ બને છીપોની કિનારીઓને ભિડાવીને બંધ કરીને જાણે તેની અંદર બેસી રહેલી હોય છે. આ માછલીઓ સમુદ્રના તળિયે પેદા થાય છે અને ત્યાં જ પડી રહે છે.
આ માછલીના શરીરનો જે ભાગછીપની સાથે જોડાયેલો છે તેની અને
| ૨૭૩ ||