________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સર્યું આવા સૌન્દર્યથી!
અત્તર જેવા સુગંધી પદાર્થોની સુવાસ જલદીથી ઊડી જાય છે. આ સુવાસને વધુ સમય ટકાવી રાખવા માટે ચોક્કસ પદાર્થોને અત્યંત ઓછા પ્રમાણમાં તેની સાથે ભેળવવામાં આવે છે. આવા પદાર્થો ફિકસેટીવ” કહેવાય છે જે અત્તર વગેરે ની સુવાસને “ફિકસ’” કહે છે એટલે કે તેને ઝડપથી ઊડી જતી અટકાવે છે એને સુવાસ લાંબા સમય સુધી ટકી રહે છે.
કસ્તૂરી પોતે સરસ સુગંધ ધરાવતો પદાર્થ છે. તે સાથે તેની સુગંધ સેંકડો વર્ષ સુધી ટકી રહે એવી ટકાઉ હોય છે. પરંતુ આધુનિક સૌંદર્યના સાધનો બનાવનારાઓ તેનો ઉપયોગ મુખ્યત્વે ‘ફિકસેટિવ” તરીકે જ કરે છે, અને અત્તર જેવા બીજા સુગંધી પદાર્થોની સુવાસ તેમાં સહેજ કસ્તૂરીનું “ટિન્કચર” ભેળવવાથી ઘણી ટકાઉ બને છે. આવાં સૌંદર્યનાં સાધનો વાપરવાની વસ્તુઓ હોવાથી, તે વપરાયી રહે ત્યાં સુધી તેની અંદરના સુગંધી પદાર્થની સુવાસ ટકી રહે તો તે પૂરતું થઈ પડે છે.
કસ્તૂરીની જેમ “ફિકસેટિવ' તરીકે વપરાતા બીજા પદાર્થોમાં “અંબરગ્રિસ” તરીકે ઓળખાતા પદાર્થનો સમાવેશ થાય છે. અંબરગ્રિસ વ્હેલ માછલીના આંતરડામાં થાય છે, અને તે વ્હેલ કોઈક વાર ઓકી નાંખે છે. એ પદાર્થ મીણ જેવો દેખાય છે. અને તે વ્હેલ ઓકી નાખે છે ત્યારે પાણીની ઉપર તરતો રહે છે.
અંબરગ્રિસના “ફિકસેટિવ' તરીકેના ઉપયોગ માટે તેની માંગ વધતાં વ્હેલના આંતરડામાંથી તે મેળવવા માટે પણ વ્હેલનો શિકાર કરવાને ઉત્તેજન મળ્યું હતું.
વ્હેલ ૯૦ ફૂટ કરતાં પણ વધુ લાંબુ દરિયાઈ પ્રાણી છે અને તેનું વજન ૧૦૦ ટન કરતાં પણ વધુ હોય છે. આ પ્રાણી દરિયામાં રહેતું હોવા છતાં તે બચ્ચાને ધવડાવનારૂ પ્રાણી છે અને તેને શ્વાસ લેવા માટે પાણીની ઉપર આવવું
|| ૨૭૨