________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ગરમ હવામાં એને લૂ લાગી ગઈ. એને આખે શરીરે કાળી બળતરા જાગી. પોલિટિકલ એજન્ટે ડોકટરને બોલાવ્યો. એ વખતે સાદરામાં રહેતા એક માત્ર ડોકટરે એ. જી. જી. ની પત્નીને તપાસવા જવાની સાફ ના પાડી. અને જે સજા થાય, તે બરદાસ્ત કરી લેવાની તૈયારી દાખવી. આખરે અમદાવાદથી કોઈ ગોરા ડોકટરને બોલાવવામાં આવ્યો મેડમને તપાસીને તેણે સૂચના આપી. વહેલામાં વહેલી તકે મેમસા’બ ને નાળિયેરનાં પાણી પાવાનું શરૂ કરો. ઉપરાંત લીંબુ નું પાણી, ફળોનો રસ અને અમુક – તમુક પ્રકારની ઔષધિઓ આપવા માંડો.
પણ ગામમાં તો સખત હડતાલ હતી. નાળિયેરી કે લીંબુ તો શું કોઈપણ ચીજ કયાંય મળે તેમ ન હતી. માંદગીમાં પિડાતી મેડમની ચીસો વધુ ને વધુ કરુણ બનતી જતી હતી. એનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો.
આખરે એ.જી. જી. નો મિજાજ ઠેકાણે આવ્યો. સેક્રેટરીને મોકલીને એણે મહાજનના મોવડીઓને બોલાવ્યા,તેમની સમક્ષ હેટ ઉતારી....પોતાની પત્નીને બચાવવા માટે દુકાન ખોલીને નાળિયેર આપવા વિનંતી કરી.
મહાજનના વડા એ એકજ સવાલ કર્યો. સાહેબ ! તમારી પત્નીના મૃત્યુ સમયનો આ તરફડાટ તમારાથી જોઈ શકતો નથી, ખરૂં ને ! એનો પ્રાણ જોખમમાં છે એ જોઈને તમે આટલા બધા વ્યાકુળ બની જાઓ છો, પણ ત્યારે તમને એ વિચાર નથી આવતો કે સાદરાના ગગનમાં વિહરતાંનિર્દોષ પક્ષીઓને તેમનો પ્રાણ પણ આટલો જ વહાલો છે. ગોળી થી વિંધાઈને તરફડતા એ મૂંગા જીવોને પણ મરતી વખતે આટલી જ વેદના વેઠવી પડે છે.
સાહેબની સાન ઠેકાણે આવી ગઈ. એની મેડમે એને પાણી લેવરાવ્યું અને હિન્દની ભૂમિ પર ફરીને શિકાર નહિ ખેલવાની એણે પ્રતિજ્ઞા જાહેર કરી. તે પછી મહાજને તાત્કાલિક માતાજીના મંદિરથીતેનેનાળિયેર મંગાવી દીધાં.વાડીઓમાંથી લીંબુ મંગાવીને મહાજને જાતે જ મેમસાબ' ને તેનાં શરબત પીવડાવ્યાં. એને ડોકટરે દવા આપીને તથા સુખડનો લેપ કરીને તેનો પ્રાણ બચાવ્યો.
મુસ્લિમો અને અંગ્રેજોના રાજ્ય અમલમાં મહાજનની આટલી આણ
૨૭૦ ||