________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ત્યારે હિમાળાના બરફથીયે વધારે ઠંડીતાનાની પ્રાણહીન પ્રતિમાજ ત્યાં રહી.
ને ભારતસમસ્તના સંગીતની તવારીખમાં પોતાની પાછળ શુક્રતારા જેવું નામ મૂકતી ગઈ. તાનસેનજીએ તબલાના બંધો ત્યારથી એના નામના અક્ષરોથી બાંધ્યા. ભારતના સંગીતના સૂરોમાં એ ચમક રહી ગઈ.
અખંડ આનંદ એપ્રિલ ૬૦
અંતે એ અંગ્રેજ અફસરે મહાજન સમક્ષ હેટ ઉતારી
-શ્રી રસિક મહેતા અમદાવાદથી ઉત્તર દિશામાં છત્રીસ કિલોમીટર દૂર સાદરા નામનું ગામ આવેલું છે. અંગ્રેજી રાજ્યના જમાનામાં આ ગામમાં એજન્સીની કોઠી હતી.દર પાંચ વર્ષે નવો પોલિટિકલ એજન્ટ આવતો એના હાથ નીચે રેસિડેન્ટો અને અન્ય અધિકારીઓ રહેતા.
પોલિટિકલ એજન્ટ એટલે નાનકડો વાઈસરોય. રજવાડાઓમાં એની ફેંફાટે કાયદો અને વ્યવસ્થા જાળવવા એના તાબામાં મોટું, પોલીસદળ અને લશ્કરીદળ રહેતું.
સાદરામાંવિલિયમ બ્રાર નામનો એક યુવાન અને તુમાખીથી ભરેલો એ.જી.જી.આવ્યો.સ્વભાવનો નિર્દયઅનેશિકારનો શોખીન પણ સાદરાની આસપાસના જગંલના પ્રદેશમાં શિકારની જોઈએ તેવી અનુકૂળતા નહિ આવી હોય. આથી તે પોતાના બંગલાના કમ્પાઉન્ડમાં જ ઉભો ઉભો પક્ષીઓના શિકાર ખેલતો એના માણસો ખુલ્લા મેદાનમાં હાકોટાદેકારા કરીને પક્ષીઓને ગભરાવે અને કૂંજડી-ટીટોડી તેતર – બટેર જેવા નિર્દોષ પક્ષીઓ બહાવરાં બનીને આમ-તેમ ઉડાઉડ કરે ત્યારે સાહેબ બહાદુર ગોળી છોડીનેવિહંગોને
| ૨૬s||